નવસારીમાં રેસ્ક્યુ માટે ગયેલી NDRFની ટીમ જ પાણીમાં ફસાઈ

04 August, 2019 05:47 PM IST  |  નવસારી

નવસારીમાં રેસ્ક્યુ માટે ગયેલી NDRFની ટીમ જ પાણીમાં ફસાઈ

NDRFની ટીમ ફસાઈ પાણીમાં

દક્ષિણ ગુજરાતમાં બઘડાટી બોલાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, કાંઠા વિસ્તારના ગામડાઓ પાણીમાં છે. તો હાઈવે પર પણ પાણી પાણઈ દેખાઈ રહ્યું છે. ત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમની મદદ લેવાઈ છે. ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને કે હોડી વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જો કે નવસારીમાં આ દરમિયાન ચોંકાવનારી ઘટના બની. લોકોને બચાવવા ગયેલી NDRFની ટીમ જ પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી

ઘટના એવી હતી કે ગણદેવી તાલુકાના વાંગરી ગામે પાંચ લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. આ પાંચ લોકોને બચાવવા માટે NDRFની ટીમ પહોંચી હતી. જો કે NDRFની ટીમ લોકોને બચાવવા ગઈ ત્યારે પાણીના ધસમસતા પ્રવાહમાં NDRFની ટીમના જવાનો જ ફસાઈ ગયા હતા. રેસક્યુ માટે નીકળેલી NDRFની રેસ્ક્યુ ટીમની જરૂર પડી હતી.

બીજી તરફ નવસારીના ભાઠા ગામમાંથી પણ 30 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ભાઠા ગામમાં પાણી વચ્ચે 30 જેટલા લોકો ફસાયા હતા. ત્યારે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદથી તમામ ફસાયેલા 30 લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ, ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, જિંદગી જોખમમાં

ઉલ્લેખનીય છે કે નવસારીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નવસારીની મુખ્ય બે નદીઓ પૂર્ણા અને અંબિકા નદીના પૂરના પાણી જુદા જુદા ગામમાં ફરી વળ્યા છે. દક્ષિણ ગુજરાતની અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની છે. બંને નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ છે. ત્યારે લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સતત પ્રયત્નો ચાલુ છે.

Gujarat Rains navsari news