મહેસાણાઃ જમીન મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

09 January, 2019 10:38 AM IST  |  મહેસાણા

મહેસાણાઃ જમીન મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

આ ઘટના મહેસાણાના બોરીસ ગામની ઘટના છે, જેમાં મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

મળતી માહિતી મુજબ એક જ કુટુંબના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જમીનના વાદ વિવાદમાં મામલો વકરતા એક જ કુટુંબના બે જૂથ સામ સામે આવી ગયા જેણે હિંસક અથડામણનું રૂપ લીધું. આખીય ઘટનામાં મહિલાઓ સહિત 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : જયંતી ભાનુશાળીના આજે કરાશે અંતિમ સંસ્કાર

આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Crime News news