રાજ્યમાં સૌથી વધુ આગની ઘટનાઓ અમદાવાદમાં, એક વર્ષમાં ૨૧૨૩ બનાવ

04 June, 2019 08:32 AM IST  |  અમદાવાદ

રાજ્યમાં સૌથી વધુ આગની ઘટનાઓ અમદાવાદમાં, એક વર્ષમાં ૨૧૨૩ બનાવ

 રાજ્યમાં સુરતની ઘટના બાદ ફાયર-સેફ્ટીને લઈ સરકાર સફાળી જાગી છે. દર વર્ષે આગના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ૨૦૧૭-’૧૮માં રાજ્યમાં ૭૩૩૦ જેટલા આગના બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ આગના બનાવો અમદાવાદ શહેરમાં બન્યા છે. ૨૦૧૭-’૧૮માં કરોડ રૂપિયાની મિલકતોનું નુકસાન થયું છે. આમ જોવા જઈએ તો રાજ્યમાં દરરોજ આગના ૨૧ બનાવો બને છે. આમ ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં ૩૧ ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા છે, જ્યારે ૨૦૧૮-’૧૯માં મળેલા ફાયર-કૉલ મુજબ ૨૧૨૩ જેટલા આગના કૉલ મળ્યા છે. ૨૦૧૭-’૧૮માં અમદાવાદમાં સૌથી વધારે બનાવોની વાત કરીએ તો નવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારમાં આગના બનાવ નોંધાયા છે. 

આ પણ વાંચોઃ થાવાણીની લુખ્ખાગીરી બાદ ભાઈગીરીઃ માર મારનાર મહિલાને બહેન બનાવી

૨૦૧૭-’૧૮ દરમ્યાન રાજ્યમાંથી કુલ ૧૯૩ લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે ૯૯ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદ શહેરમાં ૨૦૧૭-’૧૮ના વર્ષ દરમ્યાન બનેલી આગની ઘટનામાં પ્રજાને ૬૯.૨૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને ૩૫ જણ જીવતા બળી ગયા હતા.

ahmedabad gujarat news