ભરૂચ બીજેપીના આગેવાન ખુમાનસિંહ વાંસિયાની દારૂબંધી હટાવવાની માગણી

28 December, 2019 12:40 PM IST  |  Bharuch

ભરૂચ બીજેપીના આગેવાન ખુમાનસિંહ વાંસિયાની દારૂબંધી હટાવવાની માગણી

દારૂબંધી

થોડા દિવસ પહેલાં રાજ્યમાં દારૂ વેચાતો હોવાના ભરૂચના બીજેપીના સાંસદના નિવેદન બાદ હવે ભરૂચમાં બીજેપીના આગેવાન અને ગુજરાત સરકારમાં પ્રધાનપદે રહી ચૂકેલા ખુમાનસિંહ વાંસિયાએ દારૂ અંગે નિવેદન આપ્યું છે. તેમણે દારૂબંધી હટાવવાની માગ કરી છે. દારૂના કારણે મોત થાય છે ત્યારે સારી ગુણવત્તાનો દારૂ મળે એ માટે દારૂબંધી હટાવવાની માગ કરી છે. દારૂની બનાવટમાં જૂની બૅટરી, યુરિયા અને નાનાં બાળકોનું મૂત્ર વપરાય છે એમ પણ ખુમાનસિંહે કહ્યું છે.

આ પણ વાંચો : હું વન-ડે નહીં, 20-20 રમવા આવ્યો છું: વિજય રૂપાણી

ખુમાનસિંહ વાંસિયાએ દારૂબંધી હટાવવાની માગ રાજ્યની રેવન્યુ વધે એટલા માટે નહીં, પરંતુ યુવા વયે બહેનોને વિધવા બનતી અટકાવવા માટે કરી છે. વિધવા સહાયની મુહિમમાં ૮૦ ટકા મહિલાઓના પતિનાં હલકી ગુણવત્તાના દારૂના કારણે મોત થયાં હોવાનો ખુમાનસિંહે આક્ષેપ લગાવ્યો છે.

gujarat