Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હું વન-ડે નહીં, 20-20 રમવા આવ્યો છું: વિજય રૂપાણી

હું વન-ડે નહીં, 20-20 રમવા આવ્યો છું: વિજય રૂપાણી

28 December, 2019 12:27 PM IST | Ahmedabad

હું વન-ડે નહીં, 20-20 રમવા આવ્યો છું: વિજય રૂપાણી

વિજય રૂપાણી

વિજય રૂપાણી


ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે બિલ્ડર લૉબીના જાણીતા સંગઠનના એક ખાનગી કાર્યક્રમના મંચ પરથી મોટાં શહેરોમાં મારી એક ઇંચ પણ જમીન નથી અને હું 20-20 રમવા આવ્યો છું, અડધી પિચે જ રમું છું, કોઈ બિલ્ડર મારા ભાગીદાર નથી કે હું પણ કોઈ બિલ્ડરનો ભાગીદાર નથી એમ જે રાજકીય નિવેદન આપ્યું છે એ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને એના જુદા-જુદા ગૂઢાર્થો આંકવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ : બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીની ફાંસીની સજા યથાવત‍



એમાં એક ગૂઢાર્થ એવો થઈ રહ્યો છે કે શું સીએમ રૂપાણીને પોતાને પદ પરથી દૂર કરવાનો અંદેશો આવી ગયો છે એટલે આમ બોલીને પોતાના છૂપા વિરોધીઓને સાનમાં પડકાર ફેંક્યો છે કે પછી પોતાની સરકાર ઢીલીઢાલી હોવાના પ્રચારનો જડબાતોડ જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે? કે પછી પોતે બિલ્ડર લૉબીની શેહશરમમાં નથી એવો કોઈ સંદેશો પક્ષને અને વિરોધીઓને આપવાનો પ્રયાસ કર્યો છે?


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2019 12:27 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK