કચ્છઃમુંદ્રામાંથી ચોરાયું બાબાસાહેબ આંબેડકરનું પૂતળું

11 February, 2019 04:26 PM IST  |  મુંદ્રા

કચ્છઃમુંદ્રામાંથી ચોરાયું બાબાસાહેબ આંબેડકરનું પૂતળું

અહીં રખાયું હતું બાબાસાહેબનું પૂતળું

દેશભરમાં વચ્ચે બાબા સાહેબ આંબેડકરના પૂતળાના કલર બદલાનો વિવાદ સર્જાયો હતો. જો કે મુંદ્રા તાલુકામાં તો ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના બાબાસાહેબના પૂતળા અંગેની જ છે. અહીંથી કેટલાક લોકો આખે આખું પૂતળું જ ચોરી ગયા છે.

મોટી ભૂજપર ગામેથી કોઈક વ્યક્તિઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું આખું પૂતળુંજ ઉઠાવી ગયા છે. મળતી માહિતી મુજબ ગામની એ. જે. હાઈસ્કુલ પાસે બાબાસાહેબનું પૂતળું લગાવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા પૂતળાની આસપાસની જગ્યાએ દીવાલ પણ કરાઈ છે. જો કે તેમ છતાંય બાબા સાહેબના પૂતળાની ચોરી થઈ છે.

મળતી માહિતી પ્રમાણે અહીં બાબાસાહેબ આંબેડકરનું પૂતળું લગાવવા માટે વારંવાર પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એક દિવસના ધરણાં પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ છઠ્ઠી ડિસેમ્બરે જ અહીં બાબાસાહેબ આંબેડકરનું પૂતળું લગાવાયું હતું.

આ પણ વાંચોઃ ભૂજ બાર કાઉન્સિલના વકીલોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પરંતુ ગઈકાલે મોડી રાત્રે જ પૂતળાની ચોરી થઈ છે. ગામના દલિત આગેવાનો આજુબાજુમાં તપાસ કર્યા બાદ પૂતળું ના મળતાં મુંદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

gujarat news