કમલેશ તિવારી હત્યા કેસઃગુજરાત ATSએ શામળાજીથી બંને આરોપીની કરી ધરપકડ

23 October, 2019 09:36 AM IST  |  શામળાજી

કમલેશ તિવારી હત્યા કેસઃગુજરાત ATSએ શામળાજીથી બંને આરોપીની કરી ધરપકડ

કમલેશ તિવારી હત્યા કેસના આરોપી

ગુજરાત ATSએ શામળાજી પાસેથી કમલેશ તિવારી હત્યા કેસના બંને મુખ્ય આરોપીને દબોચી લીધા છે. તેમની ઓળખ અશફાક શેખ અને મોઈનુદ્દી પઠાણના રૂપમાં કરવામાં આવી છે. બંને આરોપીએ કમલેશ તિવારીની હત્યાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીઓ સુરતના છે. બંનેને ગુજરાત ATS જલ્દી જ યૂપી પોલીસને સોંપશે.

આરોપીઓ પર હતું ઈનામ
આરોપીએ કહ્યું કે કમલેશ તિવારીએ મોહમ્મદ પૈગંબરને લઈને નિવેદન આપ્યું હતું, જેના કારણે તેમની હત્યા કરવામાં આવી. આ મામલાની તપાસ કરી રહેલી યૂપી પોલીસને એસઆઈટીએ બંને પર અઢી-અઢી લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું. તેમના સ્કેપ પણ બહાર પાડવામાં આવ્યા હતા.

શામળાજી પાસેથી ધરપકડ
ગુજરાત ATSના DIG હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે બંને આરોપીઓની શામળાજી પાસેથી ધરપકડ કરવામાં આવી. ગુજરાત ATSને જાણકારી હતી કે તેઓ ગુજરાતમાં પ્રવેશવાના છે. એ જ આધાર પર તેમણે ટીમ સીમા પર તહેનાત કરી અને તેમને પકડવામાં આવ્યા.

નાગપુરથી લખનઊ લાવવામાં આવ્યો વધુ એક આરોપી
સમાચાર એજન્સી એએનઆઈના પ્રમાણે એસઆઈટીએ જણાવ્યું કે આ મામલામાં નાગપુરથી ધરપકડ કરાયેલા આરોપી સૈયદ અસીમ અલીને લખનઊ લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે 200થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 18 ઑક્ટોબરે લખનઊમાં કમલેશ તિવારીની હત્યા કરી હતી.

આ પણ જુઓઃ આ છે બૉલીવુડની સૌથી વધારે ભણેલી અભિનેત્રી

નકલી આઈડી બનાવી કમલેશ સાથે કરી હતી મિત્રતા
હિંદૂ સમાજ પાર્ટીના સ્થાનિક નેતાઓ જણાવ્યું કે અશફાકે રોહિત સોલંકીના નામથી ફેસબુક પર નકલી આઈડી બનાવીને કમલેશ તિવારી સાથે દોસ્તી કરી અને તેમને મળવાનો સમય નક્કી કર્યો અને એ જ દિવસે તેમની હત્યા કરી દેવામાં આવી. ઘટના બાદ આરોપીઓ અશફાક અને મોઈનુદ્દીન ફરાર થઈ ગયા. મોઈનુદ્દીન આ હત્યાકાંડના મુખ્ય આરોપી રશીદ ખાન પઠાણનો નાનો ભાઈ છે. મૌલના મોહસિન અને રશીદને આ હત્યા માટે ઉકસાવ્યા હતા.

gujarat lucknow