જૂનાગઢઃ1 માર્ચે કૈલાશ ખૅર શિવરાત્રિના મેળામાં આપશે પર્ફોમન્સ

24 February, 2019 01:15 PM IST  |  જૂનાગઢ

જૂનાગઢઃ1 માર્ચે કૈલાશ ખૅર શિવરાત્રિના મેળામાં આપશે પર્ફોમન્સ

કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર કરશે પર્ફોમન્સ

4 માર્ચ એટલે કે આગામી સોમવારે મહાશિવરાત્રિની ઉજવણી થશે. એ પહેલા ગરવા ગિરનારની ગોદમાં 'મિની કુંભ' મેળો યોજાશે. જૂનાગઢમાં 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી આ મેળો ચાલશે. મેળા માટેના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આ મિની કુંભમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંભરાજી, સીએમ વિજય રૂપાણી હાજર રહેશે. તો ગાયક કૈલાશ ખેર, લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરના કાર્યક્રમ યોજાશે.

આ છે શિવરાત્રીના મિની કુંભનો આખો કાર્યક્રમ

26 ફેબ્રુઆરી
બપોરે 2 વાગે ભૂતનાથથી ભવનાથ મહાદેવ સુધી સંત યાત્રા


27 ફેબ્રુઆરી
સવારે 9 વાગે ધ્વજારોહણ
15 રુદ્રાક્ષનું શિવલિંગ પૂજન
સાંજે લેસર શૉ યોજાશે

28 ફેબ્રુઆરી
સાંજે 4 વાગે યોજાશે ડમરુ યાત્રા
સાંજે લેસર શો
રાત્રે યોજાશે લોકડાયરો

1 માર્ચ
યોગી આદિત્યનાથ, સીએમ વિજય રૂપાણી આપશે હાજરી
સાંજે બોલીવુડ સિંગર કૈલાશ ખેર આપશે પર્ફોમન્સ

2 માર્ચ
બપોરે 3 વાગે યોજાશે સાધ્વી ઋતુંભરાની ધર્મ સભા
સાંજે લેસર શૉનું આયોજન
રાત્રે કિર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે

3 માર્ચ
મોરારિ બાપુ અને અખાડાની ધર્મસભા
મહાઆરતી અને લેસર શૉ
ભીખુદાન ગઢવીનો ડાયરો

આ પણ વાંચોઃ જૂનાગઢઃ27 ફેબ્રુઆરીથી શરૂ થશે શિવરાત્રિનો મેળો

4 માર્ચ
લેસર શોનું આયોજન
રાત્રે યોજાશે હાથી, ઘોડા સાથે રવેડી
મોડી રાત્રે મૃગીકુંડમાં શાહી સ્નાન થશે.

gujarat news