Jet Airways બંધ થતા ગુજરાતી વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં ફસાયા

19 April, 2019 07:45 AM IST  |  અમદાવાદ

Jet Airways બંધ થતા ગુજરાતી વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં ફસાયા

આર્થિક તંગીનો સામનો કરી રહેલા જેટ ઍરવેઝે બુધવારે રાત્રે પોતાની તમામ ફ્લાઇટ અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. જેની અસર ભારતની બહાર ગયેલા લોકોને પણ થઇ રહી છે. ન્યુ ઝીલૅન્ડના પ્રવાસે ગયેલા ૨૨ વિદ્યાર્થીઓ જેટ ઍરવેઝની ફ્લાઇટ્સ રદ થતાં ત્યાં જ ફસાઇ ગયા છે. વડોદરા, મહુવા અને વાપીના ચાર વિદ્યાર્થી પણ ઓકલૅન્ડમાં ફસાયા છે.

વિદેશમાં પોતાનાં બાળકો ફસાયાની જાણ થતાં જ ગુજરાતમાં રહેતા પરિવારમાં ચિંતા છે, તો સરકાર તરફ મદદની આશ લગાવી છે. જોકે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે ૨૫ એપ્રિલે તમામ વિદ્યાર્થીઓ સિંગાપોર ઍરલાયન્સની ટિકિટ બુક કરાવી ભારત પરત આવશે.

જેટ ઍરવેઝના ઍડમિનિસ્ટ્રેશને પણ હાથ અદ્ધર કરી દેતા ન્યૂ ઝીલૅન્ડ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ તમામ સ્ટુડન્ટ્સ ૭૫ હજારની ટિકિટ ખરીદીને ન્યૂ ઝીલૅન્ડ ગયા છે, જો તેઓ બીજી ફ્લાઇટમાં બેસે તો ૭૫ હજાર વેડફાઇ જવાની ભીતિ છે. આ વિદ્યાર્થીઓ અને શાળા અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી.

તરફ મદદની આશ લગાવી છે. જોકે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે ૨૫ એપ્રિલે તમામ વિદ્યાર્થીઓ સિંગાપોર ઍરલાયન્સની ટિકિટ બુક કરાવી ભારત પરત આવશે.

આ પણ વાંચોઃ જેટ ઍરવેઝ બંધ પડતાં પહેલી વાર વિદેશ જવાનું અંધેરીના સિનિયર સિટિઝન કપલનું સપનું રોળાયું

જેટ ઍરવેઝના ઍડમિનિસ્ટ્રેશને પણ હાથ અદ્ધર કરી દેતા ન્યુ ઝીલૅન્ડ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ તમામ સ્ટુડન્ટ્સ ૭૫ હજારની ટિકિટ ખરીદીને ન્યુ ઝીલૅન્ડ ગયા છે, જો તેઓ બીજી ફ્લાઇટમાં બેસે તો ૭૫ હજાર વેડફાઇ જવાની ભીતિ છે. આ વિદ્યાર્થીઓ અને શાળા અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી.

gujarat news