ગુજરાત: કુપોષિત બાળકોની સંખ્યમાં સતત વધારો, દર મહિને 2000 બાળકોનો વધારો

09 July, 2019 06:26 PM IST  | 

ગુજરાત: કુપોષિત બાળકોની સંખ્યમાં સતત વધારો, દર મહિને 2000 બાળકોનો વધારો

કુપોષિત બાળકોની સંખ્યમાં સતત વધારો

દેશમાં ડંકાની ચોટ પર ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવાની વાત કરવામાં આવી રહી છે તેવા ગુજરાતમાં દિવસે દિવસે કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર તેમની ઝુંબેશમાં ક્યાય પણ સફળ થતી હોય તેવું લાગી રહ્યું નથી. વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પુછવામાં આવેલા અલ્ગ અલગ પ્રશ્નોમાં આ ખુલાસો કર્યો હતો.

ગુજરાત સરકારે દ્વારા આપવામાં આવેલા જવાબ પ્રમાણે રાજ્યના ઉત્તર ભાગમાં કુલ 1,42,142 બાળકો કુપોષણથી પીડિત છે. આ પહેલા વર્ષ 2018માં રાજ્યમાં કુલ 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષણનો શિકાર બન્યા હતા. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 36 હજાર 204 બાળકોનો વધારો થયો છે. મહત્વનું એ છે કે, ગુજરાતમાં દર મહિને 2,000 કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.

આ પણ વાંચો: AIMS ની ટીમ આવતા અઠવાડિયે રાજકોટ પહોંચશે : 200 એકર જમીન આપશે

સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદમાં

કુપોષિત બાળકો પૈકી અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24,101 છે અને કુપોષિત બાળકોની સંખ્યા દાહોદ જિલ્લામાં છે. 14,991 છે જ્યારે નર્મદા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 12,673 છે. કુપોષિત બાળકોની સંખ્યાની દ્રષ્ટિએ બીજા સ્થાનને છે. ઉલ્લેખનીય છે કે, કુપોષિત બાળકોની સંખ્યામાં ઓછા વજન વાળા બાળકોની સંખ્યા 1,18,041 છે.

gujarat gujarati mid-day