રાજસ્થાન-ગુજરાતમાં હિટવેવની આગાહી

23 April, 2019 08:39 AM IST  |  અમદાવાદ

રાજસ્થાન-ગુજરાતમાં હિટવેવની આગાહી

હિટ-વેવ

વચ્ચે બે દિવસ થોડી રાહત અનુભવાયા બાદ ગુજરાત અને રાજસ્થાનમાં ફરીથી ગરમીએ લોકોને તોબા પોકારાવવાનું ચાલુ કરી દીધું છે. દરમ્યાન આ બંને રાજ્યોમાં થોડા સમયથી ચાલી રહેલા સૂકા પવનોને ધ્યાને લઈને હિટવેવ ત્રાટકવાની આગાહી કરાઈ છે. સ્કાયમેટ વેધર અનુસાર આગામી થોડા દિવસોમાં ગરમી ૪૦ ડિગ્રીને પાર કરી જવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : સુરત: એક દિવસ, એક હૉસ્પિટલ અને 10 દીકરીઓ

રાજસ્થાનમાં ૨૩ એપ્રિલના રોજ બિકાનેર, બારમેર, જોધપુર અને જેસલમેરમાં હિટવેવ અને શ્રીગંગાનગર, ચુરુ, નાગૌર અને હનુમાનગઢમાં ભારે પવન સાથે ગરમીનું મોજું ફરી વળે તેમ જ વીજળી સાથેના વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે અજમેર, ઝૂંજહુ અને સિકરમાં પણ વરસાદી વાવાઝોડું અને ધૂળની ડમરીઓ ઊડવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સાથે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચે ચઢવા સાથે આગામી દિવસોમાં કોઈ રાહતના આસાર ન હોવાનું જણાવાયું છે.

gujarat rajkot ahmedabad