મોસમનો મિજાજ: આવતી કાલથી ગુજરાતમાં સૂર્યદેવ થશે વધુ કોપાયમાન

08 April, 2019 08:31 AM IST  |  ગુજરાત

મોસમનો મિજાજ: આવતી કાલથી ગુજરાતમાં સૂર્યદેવ થશે વધુ કોપાયમાન

હિટ-વેવ

છેલ્લા પંદર દિવસથી ગુજરાતમાં શરૂ થયેલો હીટવૅવ આવતી કાલથી વધારે આકરો થાય એવી આગાહી ગઈકાલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, અત્યાર સુધી ગુજરાતનું સરેરાશ મહત્તમ તાપમાન ૪૨થી ૪૪ ડિગ્રી વચ્ચે રહ્યું હતું જે આવતી કાલથી એક અઠવાડિયા સુધીમાં ૪૫થી ૪૭ ડિગ્રી સુધી પહોંચી એવી પૂરી સંભાવના છે.

ગુજરાત હવામાન વિભાગની આ આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ખાસ સૂચનો જાહેર કર્યા છે, જેમાં ગુજરાત બહારથી આવતાં લોકોને પણ સૂચન કરતાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત આવીને બપોરે એકથી પાંચ વચ્ચે કામ પતાવવાની લાયમાં રહેવું નહીં. આ સમય દરમ્યાન બહાર ફરવું પણ નહીં અને જો એવા સમયે ગુજરાત પહોંચો તો પ્રયત્ન કરવો કે બપોરના સમય દરમ્યાન સ્ટેશન પર જ રહેવું અને સાંજે પાંચ પછી બહાર નીકળવું.

રાજકોટનું મહત્તમ તાપમાન ૪૩.૧ ડિગ્રી હતું જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી, અમદાવાદ ૪૨.૬ ડિગ્રી, ગાંધીનગર અને ભૂજ ૪૧ ડિગ્રી, બરોડા ૪૦.૪ ડિગ્રી અને સુરતમાં ૩૩.૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો : ગુજરાત: ડ્યુટી પર છો, છાસ પીવો

આવતી કાલથી શરૂ થઈ રહેલાં હીટવૅવની સીધી અસર સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં દેખાય એવી સંભાવના છે.

gujarat rajkot