ગુજરાત: ડ્યુટી પર છો, છાસ પીવો

રશ્મિન શાહ | ગુજરાત | Apr 08, 2019, 08:24 IST

કાળઝાળ ગરમી વચ્ચે પણ રસ્તા પર ઊભા રહીને ડ્યુટી બજાવતા પોલીસ કર્મચારીઓને છત્રીઓ આપી અને સાથોસાથ દર દોઢ કલાકે છાસ પીવડાવવા જવાનું પણ શરૂ કર્યું

ગુજરાત: ડ્યુટી પર છો, છાસ પીવો
કાળઝાળ ગરમીથી બચવા પોલીસ કર્મચારીઓને પીવડાવવામાં આવશે

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે આવી સિચુએશનમાં રસ્તા પર ઊભા રહીને કામ કરતા પોલીસ અને ટ્રાફિક-પોલીસની તબિયત ન બગડે અને એ લોકોને ઓછી હેરાનગતિ સહન કરવી પડે એવા આશયથી રાજકોટ પોલીસ દ્વારા પહેલી વખત એક ઉમદા પગલું લેવામાં આવ્યું છે. રાજકોટ પોલીસે રસ્તા પર ઊભા રહીને ડ્યુટી બજાવતા કર્મચારીઓ માટે છત્રીઓનું વિતરણ કયુર્ં તો સાથોસાથ દિવસમાં ડ્યુટીના દર દોઢ કલાકે તેમને છાસ પણ મળતી રહે એવી ઍરેન્જમેન્ટ કરી. પોલીસની વૅન જ રસ્તા પર ડ્યુટી બજાવતા આ કર્મચારીઓને છાસ પીવડાવવા માટે જશે. રાજકોટના (ટ્રાફિક અને ક્રાઇમ)ના જૉઇન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રીએ કહ્યું હતું, ‘અત્યારે ૪૨ ડિગ્રીથી પણ વધારે તડકો છે ત્યારે કર્મચારીઓ બપોરેના તડકામાં પણ રસ્તા પર ફરજ બજાવે છે. જો તેઓ બીમાર પડે તો આખું તંત્ર બગડી જાય. ઇલેક્શન પણ છે અને તાપ હજુ વધશે એવી આગાહી પણ છે એટલે બધું સચવાયેલું રહે એ માટે આ સ્ટેપ લેવામાં આવ્યું છે, જ્યાં સુધી હીટવેવની આગાહી બંધ નહીં થાય ત્યાં સુધી આ ચાલુ જ રહેશે.’

આ પણ વાંચો : લોકરક્ષક દળ પેપર લીકના માસ્ટર માઈન્ડની દિલ્હીથી ધરપકડ

શરૂઆત છાસવિતરણથી થઈ છે, પણ પછી આગળ જતાં લીંબુપાણી અને ઓઆરએસ-વૉટર પણ પોલીસ કર્મચારીઓને પીવડાવવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK