Happy Birthday Ahmedabad: શહેર મનાવી રહ્યું છે 609મો સ્થાપના દિવસ

26 February, 2020 02:52 PM IST  |  Mumbai Desk

Happy Birthday Ahmedabad: શહેર મનાવી રહ્યું છે 609મો સ્થાપના દિવસ

અમદાવાદ આજે જન્મદિવસ મનાવી રહ્યું છે. આ અમદાવાદનો 609મો જન્મદિવસ છે. વર્ષ 1411માં 26 ફેબ્રુઆરીના દિવસે અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદની સ્થાપના કરી હતી. આ પહેલા અમદાવાદનું નામ અહમદાબાદ હતું જે બદલીને અમદાવાદ તરીકે ઓળખવામાં આવ્યું હતું. અમદાવાદ આજે વેપાર કેન્દ્ર માટે મહત્વનું કેન્દ્ર બન્યું છે. વિશ્વની મોટી કંપનીઓ સાથે ઔદ્યોગિક એકમો પણ અમદાવાદમાં વેપાર વધારી રહ્યાં છે.

અમદાવાદની મધ્યમાં આવેલુ રિવરફ્રન્ટ અમદાવાદની શાનને વધારી રહ્યું છે. આ સિવાય અવનવી આધુનિક સુવિધાઓ પણ અમદાવાદને દેશના અન્ય શહેરોની હરોળમાં ઉભુ કરે છે. અમદાવાદ જેટલુ આધુનિક અને વિકસિત છે તેનો ઈતિહાસ એટલો જ મોટો છે. અમદાવાદ ઈતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે. ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે વિકસેલુ સાબરમતી આશ્રમ, દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે.

1411થી અમદાવાદ વિકસી રહ્યું છે. અહેમદશાહે વિકસાવેલુ અમદાવાદ આજ સુધી રોકાયું નથી. એક સમયે કાપડ ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવેલા અમદાવાદે આજે ઘણા ક્ષેત્રોમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. બી. આર. ટી. એસ. જેવી સરળ લોકલ પરિવહન સુવિધાઓ સાથે આવનારા થોડા જ દિવસોમાં મેટ્રો પણ અમદાવાદીઓના જીવનનો ભાગ બનશે.

આ પણ વાંચો : જુઓ દેશના પહેલા Heritage City અમદાવાદના રૅર-અનસીન ફોટોઝ

આ આધુનિકીકરણની હરોળમાં અમદાવાદ ક્યાંય પાછળ રહ્યું નથી. ગુજરાતની રાજધાની કહેવાતાં અમદાવાદમાં તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિએ સહપરિવાર વિઝિટ કરી. આથી અમદાવાદનું નામ આજે જગવિખ્યાત થયું છે અને અમદાવાદને જન્મદિવસની શુભેચ્છાઓ...

ahmedabad gujarat happy birthday