H. K.કોલેજ વિવાદઃજિજ્ઞેશ મેવાણીના ભાજપ પર પ્રહાર, રાજીનામાને આપ્યો ટેકો

11 February, 2019 07:42 PM IST  |  અમદાવાદ

H. K.કોલેજ વિવાદઃજિજ્ઞેશ મેવાણીના ભાજપ પર પ્રહાર, રાજીનામાને આપ્યો ટેકો

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી

એચ. કે. કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. પ્રિન્સિપલ હેમંત શાહના રાજીનામા બાદ હવે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને હેમંત શાહના રાજીનામાને ટેકો આપ્યો છે. સાથે જ ભાજપ પર નિશાન સાધ્યું છે.

 

જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટમાં લખ્યું છે,' એચ. કે. કોલેજ, અમદાવાદ જ્યાંથી હું ગ્રેજ્યુએટ થયો છું, તેના ટ્રસ્ટીઓને ભાજપના ગુંડાઓએ આપેલી ધમકીના કારણે વાર્ષિક કાર્યક્રમ રદ કરાયો છે. હું ત્યાં મારા જીવન અને બાબા સાહેબના મિશન વિશે વાત કરવાનો હતો. રાજીનામુ આપીને મોરલ સપોર્ટ આપવા બદલ પ્રિન્સિપલ હેમંત શાહનો આભાર'

આ ઘટનાને લઈને પ્રિન્સિપાલે આપ્યું હતું રાજીનામુ

અમદાવાદની પ્રતિષ્ઠિત એચ કે કોલેજ વિવાદોમાં સપડાઈ છે. એચ. કે. કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે કોલેજના આચાર્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. એચ. કે. કોલેજના વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય અને કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી જિજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપવા બાબતે વિવાદ થયા બાદ હેમંત શાહે રાજીનામુ આપ્યુ છે.

આ પણ વાંચોઃ એચ કે કોલેજ વિવાદઃવાર્ષિકોત્સવ રદ થયા બાદ પ્રિન્સિપાલનું રાજીનામુ

શું છે વિવાદ ?

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની એચ.કે. આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મુખ્ય અતિથિ આમંત્રણ અપાયું હતું. પરંતુ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ જિજ્ઞેશ મેવાણીની હાજરીનો વિરોધ કરતા ટ્રસ્ટી મંડળે કોલેજનો હોલ વાપરવાની ના પાડી દીધી હતી. પરિણામે કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ પડી હતી.


Jignesh Mevani gujarat ahmedabad news Gujarat BJP