મોદી મંત્રી મંડળઃ ગુજરાતમાંથી આ બે નેતાઓ છે નિશ્ચિત

30 May, 2019 04:10 PM IST  |  દિલ્હી

મોદી મંત્રી મંડળઃ ગુજરાતમાંથી આ બે નેતાઓ છે નિશ્ચિત

પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા

વડાપ્રધાન મોદીના શપથગ્રહણને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડે લાંબા સમય સુધી મનોમંથન કરીને કેબિનેટ મિનિસ્ટર્સ નક્કી કરી દીધા છે. મોદી અને અમિત શાહ આ સંભવિત પ્રધાનો સાથે બેઠક પણ કરી રહ્યા છે. જો કે હજી સુધી કેબિનેટમાં કોનો સમાવેશ થશે કોનો નહીં તે સત્તાવાર જાહેરાત નથી થઈ. કયા રાજ્યમાંથી કોને સ્થાન મળશે તે અંગે પણ ક્યાસ લગાવાઈ રહ્યા છે. જો કે ગુજરાતમાંથી પુરુષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયાનું સ્થાન નક્કી મનાઈ રહ્યું છે.

આજે સાંજે યોજાઈ રહેલા શપથગ્રહણ સમારોહમાં ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા શપથ લઈ શકે છે. મળતી માહિતી પ્રમામે PMOમાંથી આ સાંસદોને ફોન કરીને શપથવિધિ માટે તૈયાર હેવા સૂચના અપાઈ છે. આ સાથે જ આ બંને નેતાઓ મોદી કેબિનેટમાં રિપીટ થશે તે પણ નક્કી થઈ ચૂક્યુ છે. નવી મોદી સરકારમાં રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા મંત્રી બનશે.

દિલ્હી પહોંચ્યા બાદ મનસુખ માંડવિયાએ પીએમ મોદી અને અમિત શાહનો આભાર પણ માન્યો છે. મીડિયા સાથે વાત કરતા મનસુખ માંડવિયાએ કહ્યું,'નરેન્દ્ર મોદી અને અમિત શાહજીએ મારામાં બીજી વખત વિશ્વાસ મૂક્યો અને મને સરકારમાં ભાગ બનવા આમંત્રણ આપ્યું, તે માટે હું તેમનો આભારી છું.'

ઉલ્લેખનીય છે કે મોદી સરકારની પહેલી ટર્મમાં પણ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા મંત્રી રહી ચૂક્યા છે. પહેલી ટર્મમાં મનસુખ માંડવિયાને રાજ્ય કક્ષાના રોડ ટ્રાન્સપોર્ટ, હાઇવે, શિપીંગ અને કેમિકલ્સ ફર્ટિલાઇઝરનો હવાલો આપવામાં આવ્યો હતો. જ્યારે પરષોત્તમ રૂપાલા રાજ્ય કક્ષા કૃષિ મંત્રી હતા.

આ પણ વાંચોઃ PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

પરિણામ આવ્યું ત્યારથી જ ગુજરાતમાંથી કોણ મંત્રી બનશે તેની ચર્ચા હતી. એક ચર્ચા એવી પણ હતી કે ગુજરાતમાંથી ચાર નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. જો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સમાવેશ અંગે પણ સસ્પેન્સ યથાવત્ છે. ગુજરાતમાંથી રાજ્યમાંથી સી.આર. પાટીલ, મોહન કુંડારીયાને પણ મંત્રીપદ મળે તેવી અટકળો હતી જોકે, જ્ઞાતિ અને રાજકીય સમીકરણને આધારે જોતા મોદી સરકારમાં બે પટેલ અને એક આદિવાસી મંત્રીને રાજ્યમાંથી સ્થાન આપવામાં આવ્યું છે.

gujarat national news narendra modi