STના 45 હજાર કર્મચારીઓ માસ CL પર, મુસાફરો રઝળ્યા

21 February, 2019 12:06 PM IST  | 

STના 45 હજાર કર્મચારીઓ માસ CL પર, મુસાફરો રઝળ્યા

થંભ્યા એસટી બસના પૈડા

જો તમે આજે બહારગામ જઈ રહ્યા છો, તો વિકલ્પ વિચારી લેજો. જો તમે એસટી બસમાં મુસાફરી કરવાના છો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના 45 હજાર કર્મચારીઓ આજથી માસ સીએલ પર છે, જેને કારણે રાજ્યભરમાં એસટી બસ ઠપ થઈ ચૂકી છે.

બુધવારે યોજાયેલી રાજ્યના એસટી નિગમના ત્રણ યુનિયનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી, સાથે જ માસ સીએલને સફળ બનાવવા માટે વ્યૂહરચના પણ બનાવાઈ હતી.

આ બેઠકમાં થયેલા નિર્ણય પ્રમાણે એસટી નિગમના ત્રણેય યુનિયન બુધવારે મધરાતથી માસ સીએલ પર ઉતર્યા છે. જેને કારણે રાજ્યમાં 7 હજાર જેટલી બસો ડેપોમાં જ પડી રહી છે.

એસટીના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને મળીને તેમના પ્રશ્નોની રજૂઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેમણે માલ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસની ટ્રાફિક ડ્રાઈવઃ લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને મેમો

શું છે માંગણીઓ?

એસટીના કર્મચારીઓ સાતમાં પગારપંચના અમલની માંગણી કરી રહ્યા છે.

તેમના પરના કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.

એસટી બસના કર્મચારીઓને વર્ગ 3 ના કર્મચારીઓ ગણવામાં આવે છે પરંતુ તેમને પગાર વર્ગ 4નાં કર્મચારીઓ પ્રમાણે આપવામાં આવે છે.

 

gujarat news