ગુજરાતમાં ફરી જળસંકટઃ204 જળાશયમાં 34.90 ટકા પાણી

08 April, 2019 07:09 PM IST  | 

ગુજરાતમાં ફરી જળસંકટઃ204 જળાશયમાં 34.90 ટકા પાણી

ફાઈલ ફોટ ો

ગુજરાતમાં ફરી એકવાર જળસંકટ સર્જાય તેવી શક્યતા છે. ઉનાળાના પ્રારંભે જ રાજ્યમાં પાણીની ઘટ પડી શકે છે. રાજ્યના 204 જશાળયમાં માત્ર 34.90 ટકા જ પાણી બચ્યું છે. તો કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વધુ ખરાબ છે. આ ત્રણેય વિસ્તારના જળાશયોમાં જળસ્તર 18 ટકા કરતા પણ ઓછું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 17.73 ટકા જ પાણી વધ્યું છે.

રાજ્યમાં હજી તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યાં જળસંકટના ભણકારા વાગી રહ્યા છે. મધ્ય ગુજરાતના 17 જળાશયમાં જળસ્તર 51.09 ટકા છે. તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 25.99 ટકા જળસ્તર વધ્યું છે. આ તરફ સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં પાણીનું સ્તર 13.25 ટકા રહ્યું છે. જ્યારે રાજ્યની જીવાદોરી મનાતા સરદાર સરોવર ડેમમાં 28.98 ટકા જળસ્તર વધ્યું છે. સ્થિતિ એવી છે રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ઉભુ થઈ શકે છે.

રાજ્યમાં ગત વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો જેને કારણે જળસંકટ સર્જાય તેવી શક્યતા છે. ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકોને વધુ હાલાકી પડી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જળસંકટ થાય તેવી શક્યતા છે.

gujarat news