'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ

19 July, 2019 03:06 PM IST  |  ગાંધીનગર

'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ

નીતિન પટેલની મહત્વની જાહેરાત

સરકારની મા યોજનાના ખાનગી હૉસ્પિટલોએ ધજાગરા ઉઠાવ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં આ મામલે સવાલો કર્યા હતા. જેનો આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેમણે મા કાર્ડમાં મળતા લાભોનો કડક રીતે અમલ કરાવવાનું કહ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારની આ યોજનાની અમલવારી ન કરતી હૉસ્પિટલ સામે સરકાર પગલા લેવામાં નિષ્ફળ છે. છેલ્લા 2 વર્ષમાં 17 હૉસ્પિટલે મા કાર્ડ હોવા છતા દર્દીઓ પાસેથી પૈસા વસુલ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારે આવી હૉસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસુલ્યો નછી. આવી હૉસ્પિટલોને સરકારે બરતરફ કરવાની નોટિસ આપી છે. દર્દી પાસેથી લીધા પૈસા પણ વસૂલીને સરકારે પાછા આપ્યા છે.

સરકારે મા કાર્ડ હોવા છતા પૈસા વસૂલતી હૉસ્પિટલોની યાદી પણ આપી છે. જેમાં વી. જેમાં ક્રિષ્ના શેલબી હોસ્પિટલ, બોડી લાઈન હોસ્પિટલ, પારેખ્સ હોસ્પિટલ, સેવીયર હોસ્પિટલ, વી એસ હોસ્પિટલ, શેલબી હોસ્પિટલ - નરોડા, સ્ટાર હોસ્પિટલ, નારાયણ રુદયાલય હોસ્પિટલ, જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, આનંદ સર્જીકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, એચસીજી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, લાઈફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલીક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, સાલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે નાણાં વસુલ કરી લાભાર્થીઓને પૈસા પરત આપ્યા છે  ઉપરાંત હોસ્પિટલોને આ મામલે નોટિસ પણ આપવામાં આવી છે.

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

લાઈસન્સ થઈ શકે રદ્દ
નાયબ મુખ્યમંત્રીએ આ મામલે મહત્વનું નિવેદન આપતું કહ્યું કે, 'અમદાવાદની કેટલીક હૉસ્પિટલોમાં કાર્ડ ધારક પાસેથી પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદ લેવામાં આવી હતી. જે સરકારની તપાસમાં સાચી હોવાનું સામે આવ્યું હતું. આવી હૉસ્પિટલોને મા કાર્ડન નિદાન પર સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી.'

gujarat Nitin Patel