27 ઑગસ્ટે હાઈ કોર્ટમાં હાજર રહેવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આદેશ

24 August, 2019 08:26 AM IST  |  અમદાવાદ

27 ઑગસ્ટે હાઈ કોર્ટમાં હાજર રહેવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આદેશ

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ગુજરાત હાઈ કોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદના કેસમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ૨૭મી ઑગસ્ટે હાજર રહેવા આદેશ કર્યો છે. ભૂપેન્દ્રસિંહને ઇલેક્શન પિટિશન કેસમાં જુબાની માટે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણી બાદ ૧૮મી ડિસેમ્બર, ૨૦૧૭એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં બીજેપીના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાને ૩૨૭ મતે કૉન્ગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરાયા હતા. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો. આથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ૪૨૯ જેટલા બેલેટ પેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા એને ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઈવીએમની મતગણતરી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે એને બાજુએ મૂકીને ઈવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 27 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

gujarat news