ગુજરાત સરકારે પ્લેન-હેલિકોપ્ટરના મેન્ટેનન્સમાં ખર્ચી નાખ્યા આટલા રૂપિયા

09 July, 2019 08:56 PM IST  | 

ગુજરાત સરકારે પ્લેન-હેલિકોપ્ટરના મેન્ટેનન્સમાં ખર્ચી નાખ્યા આટલા રૂપિયા

ફાઈલ ફોટો

હાલ ગુજરાત વિધાનસભાનુ મોનસુન સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન પ્રશ્નોતરીમાં એક પછી એક સવાલા પૂછવામાં આવ્યા હતા જેમાં એક પ્રશ્ન ગુજરાત સરકારના ખર્ચાઓ માટે પણ વિવિધ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ 12 કરોડ 66 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ માહિતી પ્રશ્નકાળ માટે સામે આવી હતી. અમદાવાદના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્ન કર્યો હતો કે 31મે 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ અને અન્ય સ્ટાફ પાછળ કેટલો ખર્ચ કર્યો?

પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્લેન માટે 1 જુન 2017થી 31 મે 2018 દરમ્યાન 2 કરોડ 39 લાખ 23 હજાર 772નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 1 જુન 2018થી 31 મે 2019 દરમ્યાન 3 કરોડ 53 લાખ 24 હજાર 472નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે હેલિકોપ્ટર માટે સરકારે 1 જુન 2017થી 31 મે 2018 દરમ્યાન 3 કરોડ 43 લાખ 27 હજાર 300 જ્યારે 1 જુન 2018 થી 31 મે 2019 દરમ્યાન 3 કરોડ 30 લાખ 30 હજાર 100નો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્લેન માટે 5 કરોડ 92 લાખ 48 હજાર 244 અને હેલિકોપ્ટર માટે 6 કરોડ 73 લાખ 57 હજાર 400 મળી કુલ 12 કરોડ 66 લાખ 5 હજાર 644 નો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જે હેલિકોપ્ટર અને પ્લેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ઘણા જૂના છે. સરકાર દ્વારા વિમાન કરતા હેલિકોપ્ટર પાછળ વધારે ખર્ચ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી માહિતી આપવામાં આવી હતી કે, હાલ ઉપયોગમાં લેવાઈ રહેલા વિમાન અને હેલિકોપ્ટર જુના થઈ ગયા હોવાના કારણે ગુજરાત સરકાર નવા વિમાન અને હેલિકોપ્ટરની ખરીદી કરી રહી છે

gujarat gujarati mid-day