ગુજરાત સરકારના દહેજ પોર્ટ સાથે સ્ટર્લિંગનો કરાર રદ, જમીન પાછી લેવાશે

09 July, 2019 05:32 PM IST  |  ગાંધીનગર

ગુજરાત સરકારના દહેજ પોર્ટ સાથે સ્ટર્લિંગનો કરાર રદ, જમીન પાછી લેવાશે

CM વિજય રૂપાણી

ગુજરાત સરકારે સાંડેસરા ગ્રુપની કંપની સ્ટર્લિંગ પોર્ટનો દહેજ પોર્ટ સાથેનો કરાર રદ કરી દીધો છે. સરકારના કહેવા પ્રમાણે કંપનીએ હજી સુધી બેન્ક ગેરેંટી જમા નથી કરાવી, તેમજ કોન્ટરાક્ટની અન્ય શરતો પૂરી નથી કરી. એટલે સરકાર કંપનીને આપેલી 85 હેક્ટર જમીન પાછી લઈ લેશે.

બેન્કોને હજારો કરોડનો ચૂનો લગાવનાર સાંડેસરા બંધુઓએ 2008માં દહેજ પોર્ટને ઓલ વેધર ડાયરેક્ટ બર્થિંગ પોર્ટ એટલે કે દરેક સિઝનમાં ચાલી શકે તેવો પોર્ટ વિક્સિત કરવા માટે ગુજરાત સરકાર સાથે કરાર કર્યો હતો. સરકારે કંપનીનને ત્યારે 85 હેક્ટર જમીન તેમજ મેરીટાઈમ બોર્ડે નિર્માણ કરવા માટે મંજૂરી આપી હતી. નક્કી થયા પ્રમાણે કંપનીએ 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હતું, જે માટે 37.5 કરોડ રૂપિયાની બેન્ક ગેરેંટી અને 5 કરોડ રૂપિયાની પર્ફોમન્સ ગેરંટી જમા કરાવવાની હતી.

સરકારના કહેવા પ્રમામે સ્ટર્લિંગ પોર્ટે જમીનનું ભાડુ નથી ભર્યું, તેમજ પોર્ટ નિર્માણનું કામ પણ નથી થઈ રહ્યું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભ્રષ્ટાચારમાં સપડાયેલી સ્ટર્લિંગ પોર્ટ સાથેનો કરાર કદ કરવાનો આદેશ આપ્યો છે, તેમજ મેરીટાઈમ બોર્ડને કંપનીની જમા રકમ જપ્ત કરી જમીન પર કબજો કરવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સ્ટર્લિંગ બાયોટેકના માલિક નીતિન સાંડેસરા પર બોગસ કંપની બનાવી બેન્કોના હજારો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપમા તેમની 10 હજાર કરોડની સંપત્તિ જપ્ત થઈ ચૂકી છે.

gujarat news Vijay Rupani