VIDEO:ગુજરાતની પ્રખ્યાત "ગીર કેસર" કેરીનું આગમન, 10 કિલોનો આટલો છે ભાવ

28 March, 2019 04:33 PM IST  |  જૂનાગઢ

VIDEO:ગુજરાતની પ્રખ્યાત "ગીર કેસર" કેરીનું આગમન, 10 કિલોનો આટલો છે ભાવ

જૂનાગઢમાં થઈ કેરીની હરાજી

ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કેરીના શોખીનો માટે સારા સમાચાર આવી ચૂક્યા છે. ઉનાળાની ગરમીની સાથે સાથે સ્વાદના શોખીનો કેરીની રાહ જોઈને બેઠા છે. હવે માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યુ છે. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે.

કેરીમાં પણ સૌથી શ્રેષ્ઠ ગણાતી કેસર કેરીની હરાજી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીનો પહેલો જથ્થો લઈને ખેડૂતો પહોંચ્યા હતા. ત્યારે કેરી ખરીદવા માટે વેપારીઓએ લાઈન લગાવી હતી. ઉલ્લેખનીય છે કે મોટા ભાગે કેસર કેરીનો પહેલો લોટ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

 

જૂનાગઢ તેમજ ગીર સોમનાથ ની પ્રખ્યાત કેસર કેરી ની ખેતી ઘણા ખેડૂતો કરે છે અને કેરીના બગીચા પણ ખુબ ઊંચા ભાવે રાખતા હોય છે ચાલુ વર્ષે ૨૮ માર્ચ ના રોજ કેસર કેરી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં વેચવા માટે ખેડૂતો આવ્ય હતા ખેડૂતો નું કહેવું છે કે પાક ઓછો આવશે પણ હાલ ભાવ સારા મળી રહશે તેવી આશા છે અને દર વર્ષ કરતા પાક ઓછો આવશે.

આ પણ વાંચોઃ જાણો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર

હાલ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરી 1500થી 2000ના ભાવે વેચાઈ રહી છે. સોરઠ ની પ્રખ્યાત કેસર કેરી નું જુનાગઢ માં આગમન થઇ ચુક્યું છે આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં સીઝન ની પહેલી કેસર કેરી ની હરરાજી થઇ હતી અને ૧૦ કિલો ના બે હજાર ના ભાવે બોક્ષ વેચાયું હતું. કેરી નો વેપાર કરતા વેપારીઓ પહેલે દિવસે કેરી લેવા માર્કેટિંગ યાર્ડ માં પહોચ્યા હતા અને ૨ હજાર થી ૨૨૦૦ રૂપિયા સુધી ના ૧૦ કિલો ના બોક્ષ ની ખરીદી કરી હતી વેપારીઓનું કહેવું છે કે ચાલુ સાલે ૧ મહિનો કેરી મોડી છે અને પૂરી સીઝન દરમિયાન અંદાજીત ૧૦ કિલો ના ૫૦૦ રૂપિયા ભાવ રહેશે તેવી સંભાવના છે

gujarat