9મી મેના રોજ આવશે ધોરણ 12 સાયન્સનું પરિણામ

01 May, 2019 08:29 PM IST  |  ગાંધીનગર

9મી મેના રોજ આવશે ધોરણ 12 સાયન્સનું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણાની તારીખ જાહેર થઈ ચૂકી છે. આગામી સપ્તાહે 9મી મેના રોજ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષણ બોર્ડ 9મી મેના રોજ રિઝલ્ટ આપવાની જાહેરાત કરી છે. સાથે જ ગુજકેટની પરીક્ષાના પરિણામની પણ તારીખ જાહેર કરવામાં આવી છે. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે જ ગુજકેટનું પણ રિઝલ્ટ આવશે.

વિદ્યારથીઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. સાથે જ માર્કશીટ પણ પરિણામના દિવસે જ વિદ્યાર્થીઓને મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સાથે લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં એ, બી અને એબી ગ્રુપમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજકેટની પરીક્ષામાં રાજ્યના 607 કેન્દ્રો પર 1,34,846 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચોઃ સરકારની સહાય ન મળતા કચ્છમાંથી મોટી સંખ્યામાં માલધારીઓએ હિજરત કરી

વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્ર તેમજ ગુજકેટની પરીક્ષાની માર્કશીટ જે તે જિલ્લાના નક્કી કરેલા સ્થળો પરથી 9મેના રોજ સવારે 10થી સાંજે 4 વાગ્યા દરમિયાન લઈ શક્શે.. શાળાના આચાર્યોએ શાળાનું પરિણામ મુખત્યારપત્ર રજૂ કરી મેળવી લેવાનું રહેશે. ગુજરાત બોર્ડ સિવાય અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

gujarat news gandhinagar