BRTS કૉરિડોરમાં ઘૂસતાં વાહનોને રોકવા 25 જગ્યાએ સ્વિંગ ગેટ લગાવ્યા

16 December, 2019 10:28 AM IST  |  Ahmedabad

BRTS કૉરિડોરમાં ઘૂસતાં વાહનોને રોકવા 25 જગ્યાએ સ્વિંગ ગેટ લગાવ્યા

ફાઈલ ફોટો

બીઆરટીએસ કૉરિડોરમાં ઘૂસતા ખાનગી વાહનોને અટકાવવા અમદાવાદ જનમાર્ગે હવે ૨૫ જગ્યાએ સ્વિંગ ગેટ લગાવ્યા છે જે સપ્તાહમાં ચાલુ થઈ જશે અને જાન્યુઆરીના અંત સુધી શહેરભરની બીઆરટીએસ કૉરિડોરમાં આ ગેટ લાગી જશે. સેન્સર આધારિત સ્વિંગ ગેટ બીઆરટીએસ બસ આવ્યાની ૨૦ સેકન્ડમાં ખૂલી જશે. બીઆરટીએસ કૉરિડોરમાં પ્રવેશની જે ઇમરજન્સી વાહનોને મંજૂરી આપવામાં આવી છે તેમણે આરએફઆઇડી ટૅગ મેળવવી પડશે.

આ પણ વાંચો : ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન પ્રદાન કર્યું

બીઆરટીએસ કૉરિડોરમાં ઘૂસતા ખાનગી વાહનો અને તેને કારણે સર્જાતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અમદાવાદ જનમાર્ગે સ્વિંગ ગેટ લગાવવાની કામગીરી શરૂ કરી છે. આ સાથે દોરડા પકડીને કર્મચારીને ઊભા રાખવાની પ્રથા બંધ થશે. બીઆરટીએસ ટ્રેકમાં ૧૪૩ બસ શેલ્ટર છે, તમામ કૉરિડોરમાં બન્ને તરફ સ્વિંગ ગેટ લાગશે. તે ઉપરાંત અન્ય કેટલીક જગ્યાનો સમાવેશ કરી ૩૦૦થી વધુ સ્થળે સ્વિંગ ગેટ લાગશે. એમ્બુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ જેવા ઈમરજન્સી વાહન પાસે આરએફઆઇડી ટૅગ હશે તો જ ગેટ ખૂલશે. ટૅગ ન આવે ત્યાં સુધી આ વાહનો કૉરિડોરમાં પ્રવેશી શકશે નહીં. જોકે આકસ્મિક સંજોગોમાં કૉરિડોરમાં બેઠેલો કર્મચારી સ્વિંગ ગેટ ખોલી શકશે.

gujarat ahmedabad