ફાયર-સેફ્ટીના ધાંધિયા: કમર્શિયલ બિલ્ડિંગ સાથે 400થી વધુ મિલકત સીલ

02 October, 2019 10:22 AM IST  |  સુરત

ફાયર-સેફ્ટીના ધાંધિયા: કમર્શિયલ બિલ્ડિંગ સાથે 400થી વધુ મિલકત સીલ

ફાયર-સેફ્ટી

સુરતના સરથાણા તક્ષશિલા આર્કેડની ગંભીર દુર્ઘટના બાદ પણ શહેરની કમર્શિયલ મિલકતોમાં ફાયર-સેફ્ટીના ધાંધિયા જોવા મળી રહ્યા છે.

મ્યુનિસિપાલિટીની વારંવારની તાકીદ છતાં પણ ફાયર-સેફ્ટીની સુવિધા ઊભી ન થતાં મ્યુનિસિપાલિટીના ફાયર વિભાગે સીલિંગની કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગે સોમવારે રાત્રે જ શહેરના રિન્ગ રોડ વિસ્તારની બે માર્કેટ અને પાલના કમર્શિયલ કૉમ્પ્લેક્સ સાથે વેડરોડની એક સ્કૂલને અપૂરતી ફાયર સુવિધાના અભાવે સીલ કરી દીધી હતી.

આ પણ વાંચો : આજે PM મોદી ગુજરાતની મુલાકાતે, રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોને મળશે

તક્ષશિલા દુર્ઘટના બાદ ફાયર વિભાગે ફાયર-સેફ્ટીની સુવિધા સામે કડક હાથે કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગે ફાયર-સેફ્ટીની સુવિધા ન હોય એવી મિલકતોને નોટિસ આપ્યા બાદ સમયમર્યાદા આપી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ ફાયર-સેફ્ટીની સુવિધા ઊભી ન કરી હોય એવી મિલકતોને શોધીને સીલિંગની કામગીરી શરૂ કરી છે. મંગળવારે મોટી બેગમવાડી રિન્ગ રોડ પર આવેલી ન્યુ મનીષ માર્કેટની ૧૪૫થી વધુ દુકાનોને ફાયર-સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ કરી દેવામાં આવી છે.

surat gujarat