આજે PM મોદી ગુજરાતની મુલાકાતે, રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોને મળશે

Published: Oct 02, 2019, 10:06 IST | અમદાવાદ

સાંજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, રાત્રે દિલ્હી જશે

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

બીજી ઑક્ટોબર ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. એને લઈને હાલ પીએમઓ તરફથી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પીએમ મોદી બીજી ઑક્ટોબરે ગાંધીજયંતીએ ગુજરાત આવશે. એને લઈને તેઓ જ્યાં-જ્યાં તેમના કાર્યક્રમો છે ત્યાં તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ સિવાય અમદાવાદ રિવરફ્રન્ટ પર વીસ હજાર સરપંચોની પણ મુલાકાત લેશે.

સાંજે ૬.૪૫ વાગ્યે ગાંધી આશ્રમ જશે. ત્યાર બાદ તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. પીએમ મગન નિવાસ કે જે ચરખા ગૅલરી છે ત્યાંની મુલાકાત લેશે. તેમ જ બાળકો કે જેઓ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલાં છે તેમાંથી પાંચ બાળકો સાથે બે કે ત્રણ મિનિટ વાત કરશે. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હૃદયકુંજ કે જે મહાત્મા ગાંધીજીનું નિવાસસ્થાન છે ત્યાં જશે અને બાપુની તસવીરને સૂતરની આંટી પહેરાવશે.

ગાંધીજયંતીના દિને રિવરફ્રન્ટ પર ૨૦ હજાર સરપંચોનું સંમેલન થશે, જેમાં ૧૦ હજાર ગુજરાતના અને ૧૦ હજાર અન્ય રાજ્યના સરપંચો પણ હાજર રહેશે. આ ઉપરાંત આફ્રિકન દેશોના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા અન્ય રાજ્યોના સરપંચો અને કાર્યકરો આવશે.

આ સિવાય ગુજરાતભરમાંથી ૧૦ હજાર જેટલા સરપંચો તેમ જ સ્વચ્છતા કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરો આવશે. અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો ૩૦ સપ્ટેમ્બરથી આવશે જેમને મહેસાણા, સુરત અને વડોદરા ઝોનમાં પહોંચી ગુજરાતમાં શૌચમુક્ત મૉડલ ગામોની તેમ જ ગાંધી હેરિટેજ સાઇટ્સ અને સ્ટૅચ્યુ ઑફ યુનિટીની વિઝિટ કરાવાશે.

આ પણ જુઓ : Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

અમદાવાદ ઍરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

આજે કાર્યક્રમમાં વિદેશના મહાનુભાવો, ગાંધીવાદીઓ તેમ જ અનેક હસ્તીઓ હાજર રહેશે. આવતી કાલના દિવસની સ્વચ્છતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરાશે. આ સાથે જ દર વર્ષે સાબરમતી આશ્રમ અને પોરબંદરના કીર્તિમંદિરમાં પણ રાબેતા મુજબના કાર્યક્રમો યોજાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK