મેનકાએ કચ્છના ખાસ પ્રકારનાં ઊંટને પાણીમાં તરતાં મૂકવાની મંજૂરી માગી

20 May, 2019 07:32 AM IST  |  ગાંધીનગર

મેનકાએ કચ્છના ખાસ પ્રકારનાં ઊંટને પાણીમાં તરતાં મૂકવાની મંજૂરી માગી

મેનકા ગાંધી

કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં પીપલ્સ ફૉર એનિમલ્સ હૉસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસેથી કચ્છના એક ખાસ પ્રકારનાં ઊંટને પાણીમાં તરતા મૂકવાની મંજૂરી માગી હતી.

મહેસાણા હાઇવે પર ઓળ છત્રાલ પાસે કેન્દ્રીય પ્રધાન અને પીપલ્સ ફૉર એનિમલ્સ હૉસ્પિટલનાં ચૅરપર્સન મેનકા ગાંધી દ્વારા ભૂમિપૂજન કરાયું હતું. મુંબઈમાં તાતા ગ્રુપ સાથે પાર્ટનરશિપમાં આ એનિમલ હૉસ્પિટલ બનાવવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં એનિમલ હસબન્ડરી ક્ષેત્રે કોઈ જ કાર્ય ન થયું હોવાનો આક્ષેપ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળ સામે કેન્દ્રીય પ્રધાન અને પર્યાવરણવાદી મેનકા ગાંધીએ કર્યો છે.

ગુજરાતમાં પણ પ્રાણીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ મેનકા ગાંધી દ્વારા કરાયો અને એટલા માટે જ કલોલની પસંદગી કરીને કરોડો રૂપિયાના ખર્ચે આ હૉસ્પિટલ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : PM મોદીએ જ્યાં સાધના કરી તે ગુફાનું ભાડુ છે આટલા રૂપિયા

ગુજરાતમાં ત્રણ જાતનાં ઊંટ છે, જેમાં એક પ્રકારનાં ઊંટ પાણીમાં તરી શકે છે. પણ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ઊંટને પાણીમાં તરવાની મંજૂરી આપતા નથી. આથી આ પ્રકારની જાતિ નામશેષ થઈ રહી હોવાનો દાવો મેનકા ગાંધીએ કર્યો છે. રાજ્ય સરકાર સામે આવાં ઊંટ માત્ર ૩૫૦૦ જ રહ્યાં હોવાથી એને બચાવવાની માગણી કરી અને પાણીમાં તરી શકતા ઊંટને તરવાની મંજૂરી આપવાની માગણી કરી છે.

maneka gandhi gujarat gandhinagar ahmedabad