અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, કાળઝાળ ગરમી વચ્ચે હળવાં ઝાપટાં

10 October, 2019 11:36 AM IST  |  અમદાવાદ

અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, કાળઝાળ ગરમી વચ્ચે હળવાં ઝાપટાં

અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડ્યાં છે. આકાશમાં વાદળો ઘેરાયેલા અને કડાકા ભડાકાને પગલે વરસાદનો વધુ એક રાઉન્ડ આવે એવી શક્યતા છે. લૉ-ગાર્ડન, આંબાવાડી, નવરંગપુરા વિસ્તારમાં વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં.

રાજ્યમાં ગરમીનો પારો વધીને ૩૨થી ૩૫ ડિગ્રી વચ્ચે નોંધાયો છે. એમાંય રાજ્યનાં પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી પાર કરી જતાં લોકોએ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકો દિવસે ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ વતનમાં ઉજવશે પોતાનો જન્મદિવસ, સોમનાથ કરશે દર્શન

મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪.૪ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારે સામાન્ય ઠંડક રહ્યા બાદ સવારના ૧૧ વાગ્યા બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

gujarat ahmedabad Gujarat Rains