ગુજરાત : હાઇકોર્ટે દુષ્કર્મ કરી હત્યા કરનારને આપ્યો મૃત્યુદંડ

27 December, 2019 05:32 PM IST  |  Mumbai Desk

ગુજરાત : હાઇકોર્ટે દુષ્કર્મ કરી હત્યા કરનારને આપ્યો મૃત્યુદંડ

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે સૂરતની ત્રણ વર્ષની નાની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને મૃત્યુની સજા સંભળાવી છે.

જણાવીએ કે ગુજરાત હાઇકોર્ટે સૂરતની ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને મૃત્યુની સજા સંભળાવી છે. આ પહેલા જિલ્લા ન્યાયાલયે આરોપીને મૃત્યુની સજા સંભળાવી ચૂક્યું છે. 22 વર્ષના આરોપી અનિલ યાદવને ગોડાડરા ક્ષેત્રમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મનો દોષી માનવામાં આવ્યો હતો.

જણાવીએ કે 14 ઑક્ટોબર 2018ની સાંજે એક બાળકી ગાયબ થઈ ગઈ હતી. પરિવારે પોલિસને આની સૂચના આપી જેમણે આ વિસ્તારમાં સર્ચ ઑપરેશન કર્યું. બીજા દિવસે સવારે તે બાળકીનું શબ તે બિલ્ડિંગની નીચે મળ્યું જેના ઉપરના માળે તે પોતાના પરિવાર સાથે રહેતી હતી.

આ પણ વાંચો : ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

પોલીસને બાળકીનું શબ એક પ્લાસ્ટિક બૅગની અંદર મળ્યું જેને પાણીના કન્ટેનરની પાછળ છુપાવવામાં આવ્યું હતું. અનિલ યાદવ જેના રૂમમાંથી બાળકીનું શબ મળ્યું તે રૂમને બંધ કરીને ભાગી ગયો હતો. શરૂઆતમાં તે પરિવાર અને પાડોશીઓ સાથે મળીને બાળકીને શોધવાનો નાટક કરતો હતો. અનિલ યાદવ સૂરતથી ભાગીને બિહારમાં આવેલા પોતાના પૈતૃક ગામડામાં ગયો. તેણે રૂમની ચાવી નર્મદા નદીમાં ફેંકી દીધી. બિહાર પોલીસની મદદથી અપરાધ શાખાની સિટી પોલીસે 19 ઑક્ટોબરના બિહારમાં બક્સર જિલ્લાના મનિયા ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

gujarat Crime News