કોંગ્રેસ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાનો ખર્ચ 80 લાખ: ભરતસિંહ સોલંકી

09 August, 2019 02:51 PM IST  | 

કોંગ્રેસ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાનો ખર્ચ 80 લાખ: ભરતસિંહ સોલંકી

કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સાંસદ અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણીમાં જીત સામે અરજી પર સુનાવણી ચાલુ છે. સુનાવણી દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, પાર્ટી ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાનો ખર્ચ 80 લાખ રૂપિયા થયો હતો. ઓગસ્ટ 2017માં કોંગ્રેસ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગની આશંકા વચ્ચે કોંગ્રેસે તેના ધારાસભ્યોને આણંદ અને પછી બેંગ્લોર લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસની અરજી પર સુનાવણીમાં ભરતસિંહ સોલંકીએ ખુલાસો કર્યો છે. ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવા માટે કોંગ્રેસને 80 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.

ભરતસિંહ સોલંકીએ આ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, હોર્સ ટ્રેડિંગના પગલે કોંગ્રેસના તમામ 60 ધારાસભ્યોને પહેલા આણંદના નિજાનંદ રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા જેમાં આશરે 11.50 લાખનો ખર્ચ થયો હતો. આણંદથી તમામ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવામાં આવ્યા હતા જ્યા કુલ ખર્ચ 68.26 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. ગુજરાત હાઈકોર્ટની ન્યાયાધીશ બેલા ત્રિવેદી સમક્ષ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2017માં ગુજરાતમં રાજ્યસભા ચૂંટણી થઈ હતી જેમાં અહેમદ પટેલ એક વોટથી વિજેતા જાહેર થયા હતા. ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે તેમની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે ચૂંટણીની તપાસ કરાવતા તમામ સાક્ષીઓનું નિવેદન મેળવ્યું હતું.

Gujarat Congress gujarati mid-day