26 બેઠકો માટે 43 દિવસ સુધી પ્રચાર કરશે ભાજપ, કેમ્પેઈન થયું ફાઈનલ

11 March, 2019 07:22 PM IST  |  ગાંધીનગર

26 બેઠકો માટે 43 દિવસ સુધી પ્રચાર કરશે ભાજપ, કેમ્પેઈન થયું ફાઈનલ

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 23 એપ્રિલે મતદાન યોજાશે. ત્યારે ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. ગુજરાત ભાજપની એક્ઝિક્યુટિવ કમિટીની રવિવારે યોજાયેલી લાંબી મીટિંગમાં પ્રચાર માટે આયોજન કરાયું છે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રભારી ઓમ માથુર અને સીએમ વિજય રૂપાણી હાજર રહ્યા હતા.

આ મીટિંગમાં લોકસભાની ચૂંટણી માટે 43 દિવસના કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. તો 26 બેઠકો માટે નીરિક્ષકોની પણ નિમણૂક કરાઈ છે, જે સોમવારથી કામ શરૂ કરશે. મીટિંગ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે,'ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. નિરીક્ષકોના રિપોર્ટ બાદ તમામ નામની યાદી હાઈકમાન્ડને મોકલી આપવામાં આવશે.'

આ પણ વાંચોઃ ભાજપ મારી રાજકીય કારકિર્દી ખતમ કરી રહી છેઃ નારાયણ પટેલ

તો જીતુ વાઘાણીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ ડિટેઈલ બૂથ પ્લાન બનાવી ચૂકી છે અને પેજ પ્રમુખોએ આયોજન મુજબ કામ પણ શરૂ કરી દીધું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય સેલિબ્રિટી પ્રચારકોની તારીખની યાદી ટૂંક સમયમાં જાહેર કરાશે.

Gujarat BJP gujarat news Election 2019 Loksabha 2019 gandhinagar