અમદાવાદ: 2020ની આઇપીએલ મૅચની મજા દર્શકો આ સ્ટેડિયમમાં માણી શકશે

21 August, 2019 08:36 AM IST  |  અમદાવાદ

અમદાવાદ: 2020ની આઇપીએલ મૅચની મજા દર્શકો આ સ્ટેડિયમમાં માણી શકશે

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ

થોડા દિવસોમાં અમદાવાદીઓને વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ મળશે. આશરે ૬૩ એકરમાં ફેલાયેલું આ સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતાં પણ વધારે મોટું હશે. મોટેરા સ્ટેડિયમમાં ૧.૧૦ લાખ દર્શકોની બેઠક ક્ષમતા છે. અંદાજે ૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન સ્ટેડિયમ ૨૦૨૦માં રમાનારી આઇપીએલમાં જે ટીમ ઇચ્છશે એને સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ તરીકે અપાશે. સ્ટેડિયમમાં પંચાવન રૂમ સાથેનું ક્લબ હાઉસ, ઑલિમ્પિક્સ સાઇઝનો સ્વિમિંગ-પૂલ-જિમ્નેશ્યમ પણ સમાવવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેથી ત્રણ મહિનામાં આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્ટેડિયમનું અધૂરું કામ પૂર્ણ કરવા માટે એન્જિનિયર્સ દિવસ-રાત કામ કરી રહ્યા છે. જૂના સ્ટેડિયમને તોડીને નવું સ્ટેડિયમ બનાવવાનો વિચાર નરેન્દ્ર મોદીનો હતો. ત્યારે તેઓ ગુજરાત ક્રિકેટ અસોસિયેશનના પ્રેસિડન્ટ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેડિયમનું ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ તારીખે લેશે અમદાવાદની મુલાકાત

સ્ટેડિયમમાં હવે ખુરશી લગાવવાની છે અને મેદાન તથા પ‌િચનું કામ પણ ચાલી રહ્યું છે જે થોડા સમયમાં પૂર્ણ થઈ જશે. અમે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવી રહ્યા છીએ. આવતા વર્ષે આઇપીએલની ટીમ આ સ્ટેડિયમને હોમ ગ્રાઉન્ડ તરીકે સ્વીકારે એવા પ્રયાસો છે.

gujarat ahmedabad