અમદાવાદમાં આરટીઓએ પોર્શે કારને ફટકાર્યો દેશનો સૌથી મોટો દંડ

09 January, 2020 08:54 AM IST  |  Ahmedabad

અમદાવાદમાં આરટીઓએ પોર્શે કારને ફટકાર્યો દેશનો સૌથી મોટો દંડ

પોર્શે કાર

અમદાવાદ શહેર ટ્રાફિક-પોલીસે ૨૯ નવેમ્બરે રૂટીન ચેકઅપ દરમિયાન ૨.૧૮ કરોડની પૉર્શે (૯૧૧) કાર ડિટેન કરી હતી. આ કારમાં નંબર પ્લેટ અને વૅલિડ ડૉક્યુમેન્ટ્સ ન હોવાથી કાર ડિટેન કરી હતી. ત્યાર બાદ આરટીઓએ કાર માલિક રણજિત દેસાઈ પાસેથી રોડ ટૅક્સ પેટે ૧૬ લાખ, જ્યારે દંડના વ્યાજ પેટે ૭ લાખ ૬૮ હજાર અને ૪ લાખ પેનલ્ટી મળીને ૨૭ લાખ ૬૮ હજારનો દંડ કર્યો છે. પોલીસના દાવા મુજબ દેશમાં સૌથી મોટો દંડ વસૂલવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ પોલીસે ટ્વીટ કરી જણાવ્યું કે જરૂરી ડૉક્યુમેન્ટ્સ ન હોવાથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સુરતમાં કારે બાઇકને ટક્કર મારતાં ત્રણનાં ઘટનાસ્થળે મોત

આ પહેલાં અમદાવાદ ટ્રાફિક-પોલીસે ૨૯ નવેમ્બરે હેલ્મેટ સર્કલ પાસે ૨.૧૮ કરોડની ૯૧૧ મૉડલની પૉર્શે કારને અટકાવી એના ચાલક પાસેથી જરૂરી ડૉક્યુમેન્ટ માગ્યા હતા, પરંતુ કારમાં આગળ-પાછળ નંબર પ્લેટ નહોતી સાથે જ જરૂરી ડૉક્યુમેન્ટ ન હોવાથી કારને ડિટેન કરવામાં આવી હતી અને કારચાલકને ૯.૮૦ લાખનો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ કારચાલક પાસેથી ૨૭ લાખ ૬૮ હજારનો દંડ વસૂલ્યો છે.

ahmedabad gujarat