સુરતમાં કારે બાઇકને ટક્કર મારતાં ત્રણનાં ઘટનાસ્થળે મોત

Published: Jan 09, 2020, 08:48 IST | Surat

પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને તપાસ કરતાં સ્કૂટર પરથી નીચે પટકાયેલી ત્રણેય વ્યક્તિનાં મોત થયાં હતાં

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જૂનાગઢના માખિયાળા ગામના દીપક દિનેશભાઈ મકવાણા ઉં.૨૨, તેના પિતા દિનેશભાઈ મકવાણા અને દીપકના સસરા ઈશ્વરભાઈ વાઘેલા ત્રણેય ટ્રિપલ સવારીમાં સ્કૂટર પર જૂનાગઢથી પોતાના ગામ તરફ જતા હતા ત્યારે ઝાલણસર ગામ પાસેના પુલ પર સામેથી અચાનક આવી ગયેલી ઈકો કાર નંબર જીજે ૧૧ બીએચ ૩૦૦૮ના ચાલકે ધડાકાભેર સ્કૂટરને ઠોકર મારતાં સ્કૂટર પુલ નીચે ખાબક્યું હતું અને ઈકો કાર પણ પલટી મારી ગઈ હતી.

અકસ્માતના પગલે આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને તપાસ કરતાં સ્કૂટર પરથી નીચે પટકાયેલી ત્રણેય વ્યક્તિનાં મોત થયાં હતાં અને અકસ્માત સર્જનાર ઈકો કારના ચાલક નાસી ગયા હતા. અકસ્માતના પગલે બન્ને વાહનોનો ભૂકો બોલી ગયો હતો. અકસ્માત અંગે માખિયાળા ગામના ખોડાભાઈ મકવાણાએ ત્રણેય મરનાર તેમના ગામના હોવાની ઓળખ આપી હતી. આ અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK