શહેરના 100 જેટલા એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ પર નશાખોરોને ઝડપી લેવા ટીમ તૈયાર

30 December, 2019 10:06 AM IST  |  Ahmedabad

શહેરના 100 જેટલા એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ પર નશાખોરોને ઝડપી લેવા ટીમ તૈયાર

ફાઈલ ફોટો

૩૧ ડિસેમ્બરની ઉજવણી એટલે દારૂ-બિયરની છોળો વચ્ચે નશામાં ડાન્સ પાર્ટીમાં થિરકવાની માનસિકતા ધરાવનારા લોકો માટે માઠા સમાચાર છે. શહેર પોલીસે નશામુક્ત ‘ન્યુ યર નાઇટ’ માટે ઍક્શન પ્લાન ઘડી નાખ્યો છે. શહેરના ૧૦૦ જેટલા એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ તેમ જ શહેરની અંદર ૧૫૦ જેટલા પૉઇન્ટ પર બ્રેથ-ઍનેલાઇઝરથી નશાખોરોને ઝડપી લેવા માટે ટીમો કાર્યરત કરવામાં આવશે. અમદાવાદમાં ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદના એસ. જી. હાઇવેના સિંધુ ભવન રોડ પર પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રેથ-ઍનેલાઇઝરથી વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી. નશો કરીને વાહન હંકારતા લોકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી, જેને આધારે કહી શકાય કે ૩૧ ડિસેમ્બરને લઈ પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે. ગુજરાત પોલીસે પોતાનો માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે. નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે પોતાનો ઍક્શન પ્લાન ઘડી નાખ્યો છે. સાથે જ શહેરી જનોને કોઈ અગવડ ન પડે એ માટે શહેર પોલીસે એવા જ પાર્ટી પ્લૉટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે જેમણે ટ્રાફિક, ફાયર અને મહિલા સુરક્ષા અંગે ધ્યાન રાખ્યું હોય. શહેર પોલીસે ક્રાઇમ બ્રાન્ચ, ર્જીંય્ અને પોલીસ-સ્ટેશનોના સર્વેલન્સ સ્ક્વૉડને ‘નશીલી પાર્ટી’ને ટાર્ગેટ કરવાની કામગીરીનું આયોજન કર્યું છે. શહેર પોલીસની નજર કાયદાનો ભંગ કરનારાઓ પર જ રહેશે. કોઈ પણ પાર્ટીમાં નશીલાં દ્રવ્યોનો ઉપયોગ થઈ રહ્યાનું જણાશે તો પોલીસ એના આયોજક સામે પણ કડક કાર્યવાહી કરનાર છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારને ધ્યાનમાં રાખીને તમામ આયોજનો કરવામાં આવી રહ્યાં છે.

gujarat ahmedabad