વાહનચાલકો આનંદો: હૅલ્મેટ અને પીયુસી કઢાવવાની મુદતમાં 15 દિવસનો વધારો

06 October, 2019 08:52 AM IST  |  અમદાવાદ

વાહનચાલકો આનંદો: હૅલ્મેટ અને પીયુસી કઢાવવાની મુદતમાં 15 દિવસનો વધારો

પ્રતીકાત્મક તસવીર

નવા મોટર વ્હીકલ્સ એક્ટને લઇને સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વાહનચાલકોને રાહત આપતા હેલ્મેટ , પીયુસી અને એચએસઆરપીની નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે સમયમર્યાદામાં વધારો કરતા 31 ઓક્ટોબર સુધી મુદ્દત વધારી છે. સાથે જ સરકાર રિક્ષા ચાલકોને પણ રાહત આપી છે. રિક્ષા ચાલકોની માંડવાળ ફી 10 હજારથી ઘટાડીને 2500 રૂપિયા કરી છે.

નવા ટ્રાફિક નિયમો શરૂ થયા છે ત્યારે રાજ્યમાં વાહનચાલકો પોતાનાં વાહનો લઈને પીયુસી કઢાવવા સવારના સાત વાગ્યાથી લઈ પીયુસી સેન્ટર ખાતે આવી જાય છે અને વાહનચાલકોની પીયુસી કઢાવવાની લાંબી લાંબી લાઇનો લાગી જાય છે. કલાકો સુધી પીયુસી કઢાવવા વાહનચાલકોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. અગત્યના કામ છોડીને વાહનચાલકોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. જોકે હવે સરકાર દ્વારા પીયુસી કેન્દ્રો માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે. પીયુસી કેન્દ્રો માટે ૧૫ દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. છેલ્લી મુદત ૩૧ ઑક્ટોબર આપવામાં આવી છે એટલે કે દિવાળીના તહેવાર સુધી સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરામાં પાંચ લાખ લોકોને આગામી પાંચ દિવસ પાણીથી વંચિત રહેવું પડશે

ભાડાંની જગ્યા માટે ભાડાં કરારની જોગવાઈ હળવી કરાઈ છે. અગાઉ ૫ વર્ષના ભાડાકરારનો આગ્રહ રખાતો હતો. સરકાર દ્વારા પીયુસી કેન્દ્રો માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે. વાહનોના પીયુસીમાં લાગતી લાઈનો હળવી કરવા રાજ્ય સરકારે ૯૦૦ જેટલાં નવાં સેન્ટર ખોલવાનો નિર્ણય કર્યો હતો. પીયુસી સેન્ટરના લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા હળવી કરાઈ છે. હવે પહેલા લાઇસન્સ આપી દેવામાં આવશે, બાદમાં મશીનરી વસાવી શકાશે. ભાડાની જગ્યા પર પણ પીયુસી સેન્ટર ખોલવું હશે તો ભાડાકરારની જોગવાઈ હળવી કરવામાં આવી છે. અગાઉ ૫ વર્ષના ભાડાકરારનો આગ્રહ રખાતો હતો, જે ભાડાકરારની આ જોગવાઈ દૂર કરાઈ છે.

gujarat ahmedabad