સાચવજોઃ હજી બે દિવસ પડશે કડકડતી ઠંડી

09 January, 2019 10:02 AM IST  | 

સાચવજોઃ હજી બે દિવસ પડશે કડકડતી ઠંડી

ઠંડી હજી થથરાવશે

રાજ્યમાં ફરી કોલ્ડવેવ જોવા મળી રહ્યું છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યભરમાં ઠંડી યથાવત્ રહેશે. તો કોલ્ડવેવ વધુ તીવ્ર બની શકે ચે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા, વલસાડ અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાશે, જેને કારણે ઠંડી વધશે. હાલ પણ ઠંડી ગુજરાતીઓને થથરાવી રહી છે. તેમાં આ ઠંડા પવનો તાપમાન વધુ નીચું લઈ જઈ શકે છે. વહેલી સવારે અને સાંજે પવનની ગતિ તેજ બનતા ઠંડીનું જોર વધી જાય છે. જેના કારણે માર્ગો પર સન્નાટો છવાઈ જાય છે. ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોની સાથે સાથે લોકો તાપણાનો પણ સહારો લઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઉત્તર ભારત પણ તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. હિમાચલ પ્રદેશમાં પણ કાતિલ ઠંડી વર્તાઈ રહી છે. મનાલી અને કુફરીમાં પારો ઝીરો ડિગ્રીથી નીચે જતા પ્રવાસીઓ પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મનાલીમાં મિનિમમ ટેમ્પરેચર માઇનસ 3.4 ડિગ્રી તો કુફરીમાં માઇનસ 0.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

તો બીજી તરફ લાહોલ અને સ્ફિતિ ઠંડાગાર બન્યાં હતા. હિમાચલમાં શિમલા, ધર્મશાળા, બિલાસપુર, લાહોલ-સ્પિતી રોહતાગ જેવા પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા થઇ હતી. ભારે બરફવર્ષાને કારણે અનેક ઠેકાણે સેંકડો વાહનચાલકો ફસાયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીનું નવું આક્રમણ શરૂ, લઘુતમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટ્યું

શ્રીનગરમાં માઇનસ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું હતું. માઇનસ 17 ડિગ્રી તાપમાન સાથે કારગિલ સૌથી ઠંડોગાર વિસ્તાર બન્યો હતો. ગુલમર્ગમાં સવારના 8.30 કલાકસુધીમાં 8.8 સે.મી. જેટલી બરફવર્ષા થઇ હતી. કાશ્મીર હાલમાં ચિલાઇ કલાન નામના 40 દિવસના હાર્વેસ્ટ પીરિયડની પકડમાં છે.

gujarat news