ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર 9 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે મળશે

14 November, 2019 07:58 AM IST  |  Gandhinagar

ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર 9 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે મળશે

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર આગામી ૯-૧૨ ડિસેમ્બરના ત્રણ દિવસ માટે યોજાશે. ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી અને પરિણામને અનુલક્ષીને વિધાનસભાનું નિયમિત બજેટ સત્ર ફેબ્રુઆરીના બદલે જુલાઈ માસમાં યોજાયું હતું.
હવે શિયાળુ સત્ર ત્રણ દિવસ માટે ૯ ડિસેમ્બરના યોજાશે જેમાં સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ આપવામાં આવશે તેમ જ બીજી બેઠકમાં ૨૬ નવેમ્બરને બંધારણીય દિવસ તરીકે ઊજવવા માટેનો ઠરાવ પસાર કરાવવામાં આવશે.

આ અંગે માહિતી આપતાં વિધાનસભા બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છ મહિનામાં વિધાનસભા સત્ર બોલાવવું ફરજિયાત હોવાથી ૯ ડિસેમ્બરના ત્રણ દિવસનું સત્ર યોજવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજરોજ યોજાયેલી કૅબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

સત્રના પ્રથમ દિવસની બીજી બેઠકમાં વિધાનસભામાં ૨૬ નવેમ્બરે દર વર્ષે બંધારણીય દિવસ તરીકે ઉજવણી કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવશે.

આ પણ વાંચો : ધરતીપુત્રો માટે સારા સમાચાર : ગુજરાત સરકારે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી

૧૦ નવેમ્બરે કેટલાંક બિલ ચર્ચા અને વોટિંગ માટે રજૂ કરાશે તેમ મંત્રી જાડેજાએ જણાવ્યું હતું. ચૂંટાયેલા સભ્યો મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી માટેનો ઠરાવ પણ ગૃહમાં પસાર કરશે.

gujarat gandhinagar