Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધરતીપુત્રો માટે સારા સમાચાર: ગુજરાત સરકારનું 700 કરોડનું રાહત પેકેજ

ધરતીપુત્રો માટે સારા સમાચાર: ગુજરાત સરકારનું 700 કરોડનું રાહત પેકેજ

13 November, 2019 06:35 PM IST | Gandhinagar

ધરતીપુત્રો માટે સારા સમાચાર: ગુજરાત સરકારનું 700 કરોડનું રાહત પેકેજ

ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (PC : Desh Gujarat)

ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (PC : Desh Gujarat)


ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે બુધવારે રાજ્યમાં લીલા દુષ્કાળ સામે 700 કરોડની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનથી રાજ્ય સરકાર ધરતીપુત્રની વહારે આવી છે. રાજ્ય સરકારની આ સહાયમાં 4 લાખથી વધુ ખેડુતોને પાક વિમા સિવાયની સહાયની જાહેરાત કરી છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણેઅત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ખેડૂતોમાંથી જેમને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયત વિસ્તારમાં રૂ. 13, 500 અને બિન પિયત વિસ્તારમાં હેકટર દીઠ રૂ. 6800 સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડુતોને આ રીતે સહાયની રકમ મળશે
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ખેડુતોને જો વધુ સહાય ચુકવવી પડશે તો સરકારના બજેટમાંથી આપવામાં આવશે. ખેડુતોને થયેલ નુકસાનનો અંદાજો કૃશિ વિભાગમાંથી મેળવવામાં આવ્યો છે. આ સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં RTGSના માધ્યમથી અને કલેક્ટર દ્વારા જમા કરાવવામાં આવશે.

33 ટકા કરતા ઓછુ હોય તેવા ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય
નીતિન પટેલે જણાવ્યું કેરાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારે તથા કમોસમી વરસાદને પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા ભારે વરસાદ તેમજ ઓક્ટોબરના અંતિમ તથા નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં પાકને નુકશાન થયું હતું. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત સર્વેની કામગીરી શરૂ કરી હતી, જે પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત કમોસમી વરસાદના સરવેમાં ખેડૂતોના પાકને જે નુકશાન થયુ છે પરંતુ નુકશાન નિર્ધારીત ધોરણ ૩૩ ટકા કરતા ઓછુ હોય તેવા ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કર્યો છે.

રૂ.500 કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.200 કરોડ રાજ્ય સરકાર આપશે
રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ. 700 કરોડના સહાય પેકેજ માટે 500 કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.200 કરોડ ગુજરાત સરકાર આપશે. અત્યાર સુધીમાં 1 લાખ 90 હજાર ખેડૂતોએ પાક નુકશાની માટે અરજીઓ કરી છે. ગત વર્ષે સરકારે રૂ. 2600 કરોડના પાક વીમાનું વળતર વીમા કંપનીઓ પાસેથી અપાવ્યું છે.

આ પણ જુઓ : બોલબાલા ટ્રસ્ટઃ 28 વર્ષથી રાજકોટની સેવા કરે છે આ સંસ્થા

18 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની પુનઃ ખરીદી શરૂ કરાશે
ઉલ્લેખનીય છે કે, 4 લાખથી વધુ ખેડૂતોને રૂ.7૦૦ કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલા માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી 18 નવેમ્બરથી પુન: શરૂ કરાશે.

25 લાખ મેટ્રિક ટન મગફળી અને 90 લાખથી વધુ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ
રાજ્યમાં સારા ચોમાસાને કારણે ખરીફ સીઝનમાં 86.77 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, મગફળી, ડાંગર, કઠોળ પાકો દિવેલા તલ વિગેરે પાકોનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે. કપાસની 90 લાખથી વધુ ગાંસડી અને મગફળીનું અંદાજે 25 લાખ મેટ્રિક ટનથી વધુ, ડાંગરનું 20 લાખ મેટ્રીક ટનથી વધુ અને દિવેલાનું 14 લાખ થી વધુ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2019 06:35 PM IST | Gandhinagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK