રાજ્યમાં 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ

20 August, 2019 09:01 AM IST  |  ગાંધીનગર

રાજ્યમાં 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યને પ્લાસ્ટિકની ચુંગાલમાંથી છોડાવવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. હવે રાજ્યમાં રિસાઇકલ થઈ શકે તેવા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરી શકાશે. રાજ્યના શહેર વિકાસ વિભાગે રાજ્યની તમામ પાલિકાઓને પ્લાસ્ટિકનાં વેચાણ-વપરાશ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી છે. હવે રાજ્યમાં કોઈ પણ ઠેકાણે ૫૦ માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક ધરાવતી થેલીઓ વાપરી શકાશે નહીં.

શહેરી વિકાસ વિભાગની સૂચનાના પગલે રાજ્યની પાલિકાઓએ ઠરાવ કરી તેમની સત્તાની રુહે આ આદેશનો અમલ કરાવવાનો રહેશે. પાલિકાઓ પોતાની સત્તાની રૂહે દંડની રકમની જોગવાઈ પણ કરી શકશે.

આ પણ વાંચો : રૂપાણીસાહેબ કહે છે કે રાજ્યભરમાં હાઈ-અલર્ટ જેવું કંઈ છે જ નહીં

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં દેશને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના અભિયાનની જાહેરાત કરી હતી. વડા પ્રધાનના સ્વપ્નસમા ભારતને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે હવે રાજ્ય સરકારે કમર કસી હોય તેવું જણાઈ રહ્યું છે.

gujarat gandhinagar