આજથી ગુજરાતમાં બાવીસમી સુધી ભારે વરસાદની આગાહી

20 September, 2019 08:29 AM IST  |  ગાંધીનગર

આજથી ગુજરાતમાં બાવીસમી સુધી ભારે વરસાદની આગાહી

ભારે વરસાદ

રાજ્યમાં વરસાદના વિરામ બાદ સિસ્ટમ ફરી સક્રિય બની છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૨૪ કલાકમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય બનશે. જે ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ૨૦થી ૨૨ તારીખ સુધી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : કોંગોનો આતંક, ધાનેરાના 7 વર્ષના બાળકનું શંકાસ્પદ કોંગોથી મોત

હવામાન વિભાગે આગાહી કરી છે કે લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધીમાં-ધીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. સીઝનનો ૧૨૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે એવામાં હજી વધુ વરસાદ લીલો દુષ્કાળ નોતરી શકે છે. જોકે વરસાદને લઈને ખેડૂતોમાં તો ખુશાલીનો માહોલ છે, પણ પાછોતરો વરસાદ રોગચાળો અને પૂર નિર્મી શકે છે.

gujarat ahmedabad gandhinagar