રાજ્યમાં 28-29 નવેમ્બર સુધીમાં ઠંડીનો ચમકારો જોવા મળશે

25 November, 2019 09:34 AM IST  |  Gandhinagar

રાજ્યમાં 28-29 નવેમ્બર સુધીમાં ઠંડીનો ચમકારો જોવા મળશે

ફાઈલ ફોટો

રાજ્યમાંથી મેઘરાજાએ તો વિદાય લઈ લીધી છે અને ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા શિયાળાને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. દેશની ઉત્તર-પશ્ચિમી દિશામાં શિયાળુ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ૨૮-૨૯ નવેમ્બર સુધીમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે અને કાતિલ ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આગામી ૨૮ નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અતિશય ઠંડી પડે એવી સંભાવના છે.

હવામાન વિભાગના મતે ભારતમાં ઠંડી ડિસેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અને ઈશાન રાજ્યોમાં સરેરાશ તાપમાન ૧થી ૩ ડિગ્રી રહેશે. જ્યારે ૨૦૧૯-૨૦ દરમિયાન ઠંડીની મોસમમાં સતત પાંચમું વર્ષ એવું હશે કે તાપમાન સરેરાશ કરતાં વધુ રહેશે. ઠંડીનો નવો રેકૉર્ડ બનશે.

આ પણ વાંચો : નવલખી બંદરે 192 કરોડના ખર્ચે નવી જેટી બનશે, બે વર્ષમાં બાંધકામ પૂર્ણ થશે

ચાલુ વર્ષે ગુજરાત સહિત સમગ્ર ભારતના અલગ-અલગ વિસ્તારોમાં ચોમાસું લાંબું ચાલ્યું છે, જેની અસર ઠંડીની ઋતુ પર પણ જોવા મળશે. આ વર્ષે શિયાળો પણ સામાન્ય કરતાં વધારે લાંબો ચાલી શકે છે. ઠંડીમાં હિમાલયના દક્ષિણ હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંખ્યા વધી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવાં ૪-૫ ડિસ્ટર્બન્સ આવતાં પહાડો પર હિમવર્ષા થઈ શકે છે, જેથી મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

gujarat gandhinagar