અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બીજેપીમાં જોડાશે

16 July, 2019 08:42 AM IST  |  ગાંધીનગર

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બીજેપીમાં જોડાશે

અલ્પેશ ઠાકોર

ઠાકોર સેનાની કોર કમિટીમાં અલ્પેશ અને ધવલસિંહ બીજેપીમાં જોડાશે એવો નિર્ણય કર્યો છે. જ્યારે બીજેપીના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. બીજેપીમાં જોડાવાનો સમય નક્કી કરવા અલ્પેશ ઠાકોર પર કોર કમિટીએ નિર્ણય છોડ્યો છે ત્યારે કોર કમિટીના મેમ્બર અમિતજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજનાં હિત માટે કૉન્ગ્રેસમાંથી છૂટા પડેલા બન્ને ધારાસભ્યો હવે બીજેપીમાં જોડાશે અને સમાજ તેમની સાથે છે.

ઠાકોર સેનાની કોર કમિટીની યોજાનારી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને બીજેપીમાં જોડાવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ અંતિમ નિર્ણય અલ્પેશ ઠાકોર પર છોડ્યો છે. બીજેપીમાં ક્યારે જોડાવું એ વિશેનો નિર્ણય અલ્પેશ ઠાકોર પર છોડ્યો છે. ઠાકોર સેનાએ જણાવ્યું કે બન્ને નેતાઓ બીજેપીમાં જોડાશે અને સમાજનાં હિત માટેનાં કાર્યો કરશે.

આ પણ વાંચો : ગુજરાતના અનાજ-માફિયાઓના સ્કૅમને કારણે વિધાનસભામાં ઊછળ્યું મોરારીબાપુનું નામ

ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં બાયડના ભૂતપૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા, જ્યારે અલ્પેશ ઠાકોર આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. ઠાકોર સેના અને સમાજના ઉત્થાન માટે બીજેપીમાં જોડાવાનો નિર્ણય કોર કમિટીએ કર્યો છે. મહત્ત્વનું છે કે કૉન્ગ્રેસ છોડવાનો નિર્ણય કોર કમિટી દ્વારા લોકસભાના ઇલેક્શન પહેલાંની બેઠકમાં જ અલ્પેશ અને ધવલસિંહ કૉન્ગ્રેસ છોડશે એ વિશષનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે અલ્પેશ ઠાકોર રાધનપુરમાંથી અને ધવલસિંહ બાયડમાંથી બીજેપીમાંથી પેટાચૂંટણી લડશે એવા અહેવાલ મળી રહ્યા છે.

gujarat Alpesh Thakor gandhinagar