ગુજરાતના અનાજ-માફિયાઓના સ્કૅમને કારણે વિધાનસભામાં ઊછળ્યું મોરારીબાપુનું નામ

Published: Jul 16, 2019, 07:30 IST | રશ્મિન શાહ | ગાંધીનગર

ગુજરાત વિધાનસભાના ગઈ કાલના પ્રશ્નકાળ દરમ્યાન માંડવીના વિધાનસભ્ય આનંદ ચૌધરીએ મોરારીબાપુના નામે સવાલ કર્યો હતો કે બીજેપીની સરકારમાં અનાજ-માફિયાઓ આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જાય છે

મોરારીબાપુ
મોરારીબાપુ

ગુજરાત વિધાનસભાના ગઈ કાલના પ્રશ્નકાળ દરમ્યાન માંડવીના વિધાનસભ્ય આનંદ ચૌધરીએ મોરારીબાપુના નામે સવાલ કર્યો હતો કે બીજેપીની સરકારમાં અનાજ-માફિયાઓ આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જાય છે અને એ અનાજ કાળાબજારમાં વેચે છે તો સરકાર એને માટે શું પગલાં લે છે? આના જવાબમાં ગુજરાત બીજેપીના તમામ વિધાનસભ્યોમાં આક્રોશ ફૂટી નીકળ્યો હતો અને મુખ્ય પ્રધાન તથા નાયબ મુખ્ય પ્રધાન સહિત સૌકોઈએ માગણી કરી હતી કે કૉન્ગ્રેસ પોતાના આ પ્રકારના હિન્દુ સંસ્કૃતિના મહાન અને આદરણીય સંતને બદનામ કરવાના કૃત્યમાં ખુલ્લી પડી ગઈ છે, કૉન્ગ્રેસ માફી માગે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ‘આ માત્ર મોરારીબાપુનું એકનું જ નહીં, સમગ્ર ગુજરાતનું અપમાન છે. આ પ્રકારની ગેરરીતિ કોઈ હિસાબે બીજેપી ચલાવી નહીં લે, કૉન્ગ્રેસે એના આ કૃત્યની માફી માગવી જ પડશે.’

કૉન્ગ્રેસના વિરોધ પક્ષના નેતા અને અમરેલીના પરેશ ધાનાણી સહિતના સૌ કૉન્ગ્રેસી ધારાસભ્યોએ માફીનો વિરોધ કરતાં વિધાનસભાનું સત્ર વિરોધના સૂરમાં ફેરવાઈ ગયું હતું અને ફાઇનલી આ પ્રશ્નને પેન્ડિંગ રાખીને એને આજે આગળ
ધપાવવાની અધ્યક્ષની સૂચના પછી વિધાનસભા ફરી પાછી કાર્યરત થઈ હતી.

આ પણ વાંચો : સુરત દુષ્કર્મ કેસમાં આસારામને જામીન આપવા સુપ્રીમનો ઈનકાર

ઘટના શું હતી?

બીજેપીની સરકારમાં અનાજ-માફિયાઓ આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જાય છે અને એ અનાજ કાળાબજારમાં વેચે છે તો સરકાર એને માટે શું પગલાં લે છે? એવા પ્રશ્ન પછી તરત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ‘હોલસેલમાં માલ ખરીદનારાઓ મોરારીબાપુના ખોટા નામે ફિંગરપ્રિન્ટ્સ આપીને હોલસેલમાં માલ ખરીદે છે અને એ માલ નાના વર્ગના લોકો સુધી પહોંચતો નથી. આ માટેની ફરિયાદ સુરતનાં બીજેપીનાં સંસદસભ્ય દર્શના જરદોસે કરી છે. આ મુદ્દે મુખ્ય પ્રધાન અ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK