GSRTCની આવક વધી, પણ હજીય 900 કરોડથી વધુની છે ખોટ

10 April, 2019 08:50 AM IST  |  ગાંધીનગર

GSRTCની આવક વધી, પણ હજીય 900 કરોડથી વધુની છે ખોટ

ST નિગમની ખોટ વધી

GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની આવક વધી છે, પરંતુ હજી 900 કરોડની ખોટ થઈ રહી છે. 2018-19ના વર્ષમાં એસટી નિગમની આવકમાં 106 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે, જો કે સામે વાર્ષિક ખોટ પણ વધીને 923.17 કરોડ રૂપિયા થઈ છે. 2018-19ના વર્ષમા એસટી નિગમની આવક કુલ રૂપિયા 2013.04 કરોડ નોંધાઈ છે. જે 2017-18ના વર્ષમાં 1907.04 કરોડ હતી.

જો કે 2017-18ના વર્ષમાં એસટી નિગમની ખોટ 800.40 કરોડ હતી. એટલે કે આ વર્ષે GSRTCની ખોટ 122.76 કરોડ રૂપિયા વધીને 923.17 કરોડ રૂપિયા થઈ છે. નિષ્ણાતોના મત મુજબ ગુજરાત એસટી નિગમની રચના થઈ ત્યારથી આજ સુધી ક્યારેય એસટી નિગમે નફો કર્યો જ નથી.

જો કે આંકડા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં એસટી નિગમની આવક સતત વધી છે. પરંતુ સામે ખર્ચ પણ વધી રહ્યો છે. પરિણામે ખોટ ઘટવાને કારણે ઉપરોઉપર વધી રહી છે. ખાસ કરીને એસટી નિગમને ભાડે લીધેલી લક્ઝરી બસના ભાડામાં 25 ટકા કન્સેશન અપાય છે, જેને કારણે પણ ખોટ વધી છે. સાથે જ બસની કિલોમીટર દીઠ ડીઝલની એવરેજ પણ 5.43 કિલોમીટરથી ઘટીને 5.29 કિમી થઈ ગઈ છે. પરિણામે ઈંધણનો ખર્ચ પણ વધ્યો છે.

આ પણ વાંચોઃ નવસારીઃવહેલી સવારે અકસ્માતમાં 6 લોકોના મોત

સરવાળે ગુજરાત સરકારે નવી 14,437 બસ ખરીદવા માટે છેલ્લા 15 વર્ષમાં 2,937 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તોય 8 કકિલોમીટરથી વધુ ફરી ચૂકેલી 2809 બસ હજીય ગુજરાતા રોડ પર ફરી રહી છે.

gujarat news