ST હડતાળઃસુરતમાં મુંડન, તો રાજકોટમાં અર્ધનગ્ન હાલતમાં વિરોધ

22 February, 2019 01:24 PM IST  | 

ST હડતાળઃસુરતમાં મુંડન, તો રાજકોટમાં અર્ધનગ્ન હાલતમાં વિરોધ

સુરતમાં મુંડન કરીને દર્શાવ્યો વિરોધ (તસવીર સૌજન્યઃદીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

રાજ્યમાં એસટીના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત્ છે. એક તરફ રાજ્ય સરકારે એસટીના કર્મચારીઓને ફરજ પર પાછા ફરવા કહ્યું છે, બીજી તરફ કર્મચારીઓ પોતાની માગ પર મક્કમ છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં એસટીના કર્મચારીઓ જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે.

સુરતમાં કર્મચારીઓનો વિરોધ (તસવીર સૌજન્યઃદીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

સુરતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓએ મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો. સુરતમાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જાહેરમાં રોડ પર મુંડન કરીને વિરોધ પ્રદર્શન કર્યું.

રાજકોટમાં અર્ધનગ્ન હાલતમાં પ્રદર્શન (તસવીર સૌજન્યઃબિપીન ટંકારિયા)

તો બીજી તરફ રાજકોટમાં એસટીના કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો. રાજકોટમાં એસટીના કર્મચારીઓએ શર્ટલેસ થઈને રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું.

કર્મચારીઓએ શર્ટલેસ થઈ કર્યું વિરોધ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે ગુરુવારથી એસટીના ત્રણ કર્મચારી યુનિયનો માસ સીએલ પર ઉતર્યા છે. સાતમા પગારપંચના અમલ સહિત જુદી જુદી 13 પડતર માગણીઓને લઈ એસટીના કર્મચારી યુનિયનો હડતાળ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ST કર્મીઓની હડતાલનો બીજો દિવસ, કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવા વહીવટી તંત્રને આદેશ

એસટીના કર્મચારીઓની હડતાળને કારણે બે દિવસથી રાજ્યમાં લાખો લોકોને મુશ્કેલી પડી રહી છે. રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે.

 

gujarat news