મહેન્દ્રસિંહ આવે તો શંકરસિંહ માટે NCPના દરવાજા ખુલ્લા

25 January, 2019 08:31 AM IST  |  | રશ્મિન શાહ

મહેન્દ્રસિંહ આવે તો શંકરસિંહ માટે NCPના દરવાજા ખુલ્લા

શંકરસિંહ વાઘેલા

પહેલાં BJP, પછી RJD અને એ પછી કૉંગ્રેસ અને એ પછી જનવિકલ્પ નામનો પક્ષ બનાવીને પોતાની પૉલિટિકલ કરીઅરને લગભગ પૂર્ણવિરામ આપી દેનારા શંકરસિંહ વાઘેલા છેલ્લા થોડા સમયથી NCPના સુપ્રીમો શરદ પવારના કૉન્ટૅક્ટમાં છે. શરદ પવાર શંકરસિંહ વાઘેલાને NCPની ગુજરાતમાં આગેવાની સોંપવા રાજી છે, પણ તેમણે સ્પષ્ટ નિર્દેશ એવો કર્યો છે કે નવી જનરેશન સાથે એટલે કે શંકરસિંહ વાઘેલા તેમના BJP સાથે જોડાયેલા દીકરા મહેન્દ્રસિંહ સાથે આવે તો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાને લોકસભાના ઇલેક્શન પહેલાં NCP પોતાની આગેવાની સોંપે અને ગુજરાતની સ્ટ્રૅટેજી ઘડવા માટે નેતાગીરી સોંપે.

આ પણ વાંચો : છબીલ પટેલ, મનિષા ગોસ્વામીએ કરાવી જયંતી ભાનુશાળીની હત્યા: CID ક્રાઈમ

પહેલાં શંકરસિંહ વાઘેલા સાથે મહેન્દ્રસિંહ કૉંગ્રેસમાં હતા અને એ પછી બાપુના જ કહેવાથી મહેન્દ્રસિંહ BJPમાં જૉઇન થયા, પણ BJPમાં ખાસ કોઈ જવાબદારી ન સોંપાતાં અત્યારે મહેન્દ્રસિંહની પૉલિટિકલ કરીઅર પર પણ પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. શંકરસિંહ વાઘેલા NCP સાથે જશે એવું ગઈ કાલે તેમને ‘મિડ-ડે’એ પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘રાજકારણમાં જરૂરીયાત મુજબનાં ઇક્વેશન બનતાં હોય એટલે આ કંઈ નવી વાત નથી. જો બધાનો હેતુ એક હોય તો હાથ મિલાવવામાં કંઈ ખોટું પણ નથી.’

gujarat congress bharatiya janata party sharad pawar