સુરતમાં ફરી એકવાર ભયંકર આગ, ફાયર ફાઈટરની 18 ગાડીઓ પહોંચી

31 August, 2019 10:38 AM IST  |  સુરત

સુરતમાં ફરી એકવાર ભયંકર આગ, ફાયર ફાઈટરની 18 ગાડીઓ પહોંચી

ડાયમંડ નગરી સુરતમાં ફરીએકવાર ભયંકર આગની ઘટના બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મિલમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગને મેજર કૉલ જાહેર કરાયો હતો. આગ લાગતા આખી મિલ ખાલી કરી દેવાઈ હતી. જો કે હજી સુધી આગ કેમ લાગી તે અંગે ખુલાસો નથી થયો

 Gujarat: Fire breaks out in a cloth factory in Pandesara, Surat. 18 fire tenders at the spot. No injuries reported, more details awaited. pic.twitter.com/ErrgvxmLjX

કાપડની મિલ હોવાને કારણે અંદર કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. મળતી માહિતી પ્રમામે ફાયર બ્રિગેડને વહેલી સવારે પોણા છ કલાકે આગ લાગ્યાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડ તરફથી ત્રણ ફાયર ફાઈટર મોકલાયા હતા. જો કે આગ વિકરાળ હોવાથી આખા શહેરના ફાયરબ્રિગેડ મંગાવાયા હતા. આ મિલમાં મોટા પ્રમાણમાં કપડા છે જેને કારણે આગ વધારે પ્રમાણમાં ફેલાઇ રહી છે. માલિકનાં જણાવ્યાં પ્રમાણે અંદર કોઇ માણસ હતું નહીં.

વધુ ચોંકાવનારી વાત એ છે કે આ મિલની આજુબાજુ પણ બીજી મિલ આવેલી છે. જેને કારણે આગ આસપાસની મિલમાં ન ફેલાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આસપાસના મિલ માલિકો પણ કાપડ મિલની આગ પોતાની મિલ સુધી ન પહોંચે તે માટે ચિંતા કરી રહ્યા છે.

surat gujarat news