ફેસબુકે કરી ફી માફ : આ ગુજરાતીએ શહિદ પરીવાર માટે ઉભું કર્યું હતું ફંડ

14 March, 2019 09:50 AM IST  | 

ફેસબુકે કરી ફી માફ : આ ગુજરાતીએ શહિદ પરીવાર માટે ઉભું કર્યું હતું ફંડ

પુલવામાં શહિદો માટે 7 કરોડ ફંડ ઉભુ કર્યું

વિશ્વના દરેક ખુણામાં ગુજરાતીઓ વસે છે. ત્યારે આજે (NRG) ગુજરાતી તરીકે ગર્વ લેવા જેવી ઘટના સામે આવી છે. મુળ બરોડાના અને હાલ અમેરીકામાં રહેતા વિવેક પટેલે ગત મહિને પુલવામામાં શહિત થયેલા પરીવારો માટે ફેસબુકના માધ્યમથી 7 કરોડથી વધુનું ફંડ ઉભું કર્યું હતું અને આ ફંડને ભારત કે વીર એપમાં ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આ નેક કામ જોતા ફેસબુકે પણ આ ગુજરાતીના કાર્યને બીરદાવ્યું હતું અને જાહેરાત કરી કે ફેસબુકના માધ્યમથી જે પણ ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેનો જે ચાર્જ છે તેને વેવ ઓફ એટલે કે તે ચાર્જને માફ કરીને પાછો આપી દેવામાં આવશે.

 

બરોડાના વિવેક પટેલ કે જેણે ફેસબુક ભંડોળ દ્વારા ફંડ ઉભુ કર્યું હતુ તેની ટ્રાંસફર ફી ફેસબુક દ્વારા માફ કરવામાં આવ્યું છે. આ ભંડોળમાં એવા ભારતીયો તેમનો ફાળો જમા કરાવી શકે જે વિદેશમા રહી રહ્યા છે અને ભારત કે વીર એપમાં ફંડ ટ્રાન્સફર નથી કરી શકતા. ફેસબુક ભંડોળના માધ્યમથી વિવેક પટેલે પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનો માટે આશરે 7 કરોડ 31 લાખ રુપિયા ફંડ ભેગુ કર્યું હતું.


વિદેશી નાણાને ભારતીય ખાતામાં ટ્રાન્સફર કરવા માટે યુઝર્સે 2.5 થી 3 ટકા જેટલો ચાર્જ આપવાનો રહે છે જે ફેસબુક દ્વારા વેવ ઓફ એટલે કે માફ કરવામાં આવ્યો છે. ફેસબુક દ્વારા આ નાણા અમેરિકન ઈન્ડિયન ફાઉન્ડેશનમાં જમા કરવામાં આવશે અને આ ફાઉન્ડેશન નાણાને ભારત કે વીરના ફંડમાં જમા થશે.

 

આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સ એ પ્લેયર જેને કરવામાં આવે છે 8 સીઝનથી રિટેન

 

પુલવામાં આતંકી હુમલામાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. દેશભરમાં આ જવાનોના પરિવારને સહાય માટે ભારત કે વીર દ્વારા ફંડ ઉભુ કરવામાં આવી રહ્યું છે જો કે ભારત કે વીરમાં વિદેશી ભારતીય ફંડ જમા કરાવી શકતા ન હોવાથી વિવેક પટેલે ફેસબુકની મદદથી ફેસબુક ફંડરેઝરની સુવિધા ઉભી કરી હતી જેમા વિદેશી ભારતીય નાગરિકો દ્વારા 7 કરોડથી પણ વધુ ભંડોળ ભેગુ કરવામાં આવ્યુ હતું.

gujarat facebook pulwama district